સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા રમુજી વીડિયો વાયરલ થાય છે. જેને જોઈને ક્યારેક હસવું રોકવું મુશ્કેલ બની જાય છે. તો ઘણા આશ્ચર્યજનક વીડિયો વાયરલ થાય છે. આવો જ એક રમુજી વીડિયો આજકાલ હેડલાઇન્સ બનાવી રહ્યો છે, જેમાં સ્કૂટી શરૂ કરતી વખતે એક છોકરી સાથે કંઇક એવું થાય છે, તે જોયા બાદ તમે તમારું હસવાનું રોકી શકશો નહીં.
આ પણ વાંચો :આફ્રિકન દુલ્હને વરઘોડામાં કર્યો એવો ડાન્સ કે જોતા રહી ગયા જાનૈયાઓ
વીડિયોમાં એક મહિલા સ્કૂટી લઇને પોતાના ઘર પાસે ફરી રહી છે. સ્કૂટી બહાર કાઢતી વખતે તે ભૂલમાં બ્રેક મારવાની જગ્યાએ એક્સીલેટર આપી દે છે અને ગાડી રોકાવાની જગ્યાએ આગળ જવા લાગે છે. આ ઘટના બાદ મહિલા સાથે કઇંક એવુ થાય છે જેને જોઇને લોકો હસી હસીને લોટ પોટ થઇ રહ્યા છે.
https://www.instagram.com/p/CUMBUShj9fG/?utm_source=ig_web_copy_link
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા સ્કૂટી કાઢવા માટે ઘરની બહાર જઈ રહી છે. જેવી તે સ્કૂટી ચાલુ કરીને તેને વાળવા જાય છે તો એક્સીલેટર આપવાના કારણે તે કપડાં સૂકવવાના સ્ટેન્ડમાં જઇને ભટકાય છે.
આ ફની વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી. એક યુઝરે કહ્યું, ‘આ વીડિયો જોયા બાદ હું હસવાનું રોકી શકતો નથી.
આ પણ વાંચો : મુસાફરો ભરેલી બસ પર હાથીએ કર્યો હુમલો, જોઇને તમારા પણ રૂંવાડા ઉભા થઇ જશે
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. જેનો તમે આ હકીકત પરથી અંદાજ લગાવી શકો છો કે સમાચાર લખવા સુધી આ વીડિયોને 50 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર itchill.house નામના એકાઉન્ટ સાથે શેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ વીડિયો જોયા પછી લોકોનું હાસ્ય અટકતું નથી
લોકો આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.
એક યુઝરે લખ્યું – પાપા ની પરી જમીન પર પડી.
અન્ય એક યુઝરે લખ્યું – આ મહિલાને ઘણું ઈજાઓ થઇ હશે.
આ પણ વાંચો : તરસ્યો હતો ડોગ, આ માણસે તેના હાથમાં લઈને પીવડાવ્યું પાણી, લોકોના દિલ જીતી રહ્યો છે આ વીડિયો
