ગુજરાત/ પેપર નથી ફુટયુ બે રોજગાર યુવાનોની જીંદગી અને તેનુ ભવિષ્ય ફુટયુ છે : લલીત વસોયા

 ગુજરાત રાજયમાં નવમી વખત પેપર ફુટયા છે. 2014 થી 2021સુધી સાથ વર્ષના ગાળામાં ભાજપ સરકારમાં નવ વખત પેપરો ફુટયા છે.

Top Stories Gujarat Others
ગ્રુપ કેપ્ટન 2 પેપર નથી ફુટયુ બે રોજગાર યુવાનોની જીંદગી અને તેનુ ભવિષ્ય ફુટયુ છે : લલીત વસોયા

જાહેર જગ્યાઓ માટે ભરતી માટે સરકાર જાહેરાત આપે અને ઉમેદવારો હોંશે હોંશે પરીક્ષાની તૈયારીઓ કરે,  ફોર્મ  ભારે સાથે મોટી પરીક્ષા ફી પણ ભરે અને રાત્રે જાગીને કલાસ કરી સારા ભવિષ્ય માટે તન તોડ મહેનત પણ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં જાહેર ભરતીની પરીક્ષામાં મોટા પાયે છબરડા જોવા મળી રહ્યા છે. અને લાખો વિધાર્થીઓની મહેનત અને વાલીઓના પરસેવાની કમાણી ખોટ માર્ગે જઈ રહી છે.  જે અંગે કોંગ્રેસ  નેતા  લલીત વસોયા એ  પોતાનો ઊભરો ઠાલવ્યો હતો.

ધોરાજી ધારાસભ્ય લલિત વસોયાનું પેપર કાંડ મુદે મોટું નિવેદન આપ્યું છે.  ગુજરાત રાજયમાં નવમી વખત પેપર ફુટયા છે. 2014 થી 2021સુધી સાથ વર્ષના ગાળામાં ભાજપ સરકારમાં નવ વખત પેપરો ફુટયા છે. પેપરો નથી ફુટયા પણ લાખો વિદ્યાર્થીઓનુ ભવિષ્ય ડામાડોળ થયુ છે. વાલીઓને લાખો રૂપીયા નો ખર્ચ થયો છે. વિદ્યાર્થીઓ હેરાન થયા છે.  પેપર નથી ફુટયુ બે રોજગાર યુવાનોની જીંદગી ફુટી છે. તેમનું ભવિષ્ય ફુટયુ છે તેવુ કહી શકાય. એક પણ ચમરબંધી ને છોડવા નહીં આવે.  કહો છો, પણ  પકડો તો ખરા ..

વધુમાં તેમને સરકાર ઉપર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, નાની નાની માછલીઓને અને વચેટિયા પકડો  છો, મોટા મગરમચ્છ  તો ચેરમેન પડે બેઠા છે તેમને પકડો તો ખરા કહેવાય. આ કૌભાંડોની અંદર અને અત્યાર સુધીમાં સરકારમાં બેઠેલા જવાબદારોના  ઈશારે આ પેપરો ફુટયા છે. આ રીતે લલીત વસોયાએ પેપર કૌભાંડ મુદ્દે સીધો આક્ષેપ સરકાર અને તેમ બેઠેલા લોકો ઉપર કર્યો હતો.

 તો NCP નેતા  રેશ્મા પટેલ પણ પેપર લીક કૌભાંડ મુદ્દે આકરા મૂડમાં જોવા મળ્યા હતા. હેડક્લાર્ક પેપર લીક કાંડ  મામલે રેશમાં પટેલએ જણાવ્યું હતું કે, અત્યારની જેમ ભૂતકાળમાં પણ પેપર ફૂટ્યા છે. તમામ વખતે સરકારે નામની જ તપાસ કરી છે. સરકાર ગંભીર હોવાનો માત્ર ડોળ કરી રહી છે. શિક્ષણ મંત્રીએ રાજીનામુ આપવું જોઈએ. અસિત વોરાનું રાજીનામુ માંગવું જોઈએ. વચેટિયાઓને પકડી કામગીરી થયાનો સંતોષ માનવામાં આવે છે. સિસ્ટમ ખોખલી હોવાનો રેશમાં પટેલનો દાવો કર્યો હતો. જવાબદાર અધિકારીઓ, વચેટિયાઓ પર એકશન  ક્યારે?

વધુમાં રેશમ પટેલે જણાવ્યું હતું કે, અમે શિક્ષણમંત્રી અને અસિત વોરાના રાજીનામાની માંગ કરીએ છીએ. પેપર લીક થાય ત્યારે લોકો ખરીદે છે. સિસ્ટમને કડક સિકયોરિટીની જરૂર છે.

Covid-19 cases / શાળામાં વકરતો કોરોના, આ જિલ્લામાં ત્રણ વિધાર્થી સહિત એક શિક્ષક થાય કોરોના સંક્રમિત

National / ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને પત્નીનું  આખરી સલામ કહ્યું,- 

Life Management / શિષ્ય સારી મૂર્તિઓ બનાવતો હતો, છતાં ગુરુ તેને ટોકતાં હતા, એક દિવસ શિષ્યને ગુસ્સો આવ્યો અને.. 

ધર્મ / સૂર્યે રાશિ બદલી છે, હવામાન બદલાશે, મોંઘવારી ઘટી શકે છે, સ્વાસ્થ્ય સમસ્યાઓનો અંત આવશે

ધર્મ / POKમાં શરૂ થયું શારદા દેવી મંદિરનું નિર્માણ, આ ધાર્મિક સ્થળનો ઈતિહાસ 5 હજાર વર્ષ જૂનો છે