Not Set/ પરમવીરની જુબાની, કારગિલ યુદ્ધના છેલ્લા 11 કલાકનો ઘટનાક્રમ

કારગિલના એક પરમવીરે 4 જુલાઈની સાંજથી લઈને 5 જુલાઈની સવાર સુધીનો ઘટનાક્રમ જણાવ્યો હતો, જે વીર જવાનની આપ કથા સાંભળીને તમે ગદ ગદ થઇ જશો. કારગિલ યુદ્ધને લગભગ 19 વર્ષ ગુજરી ગયા છે, પરંતુ આ યુદ્ધના પરાક્રમની વાર્તાઓ આજે પણ આપણી ભારતીય સેનાની તાકાતનો નમૂનો દર્શાવે છે. આવું જ એક પરાક્રમ કારગિલ યુદ્ધ દરમિયાન એલઓસી […]

Top Stories
10525933 250699925126644 454604984114889957 n પરમવીરની જુબાની, કારગિલ યુદ્ધના છેલ્લા 11 કલાકનો ઘટનાક્રમ

કારગિલના એક પરમવીરે 4 જુલાઈની સાંજથી લઈને 5 જુલાઈની સવાર સુધીનો ઘટનાક્રમ જણાવ્યો હતો, જે વીર જવાનની આપ કથા સાંભળીને તમે ગદ ગદ થઇ જશો.

કારગિલ યુદ્ધને લગભગ 19 વર્ષ ગુજરી ગયા છે, પરંતુ આ યુદ્ધના પરાક્રમની વાર્તાઓ આજે પણ આપણી ભારતીય સેનાની તાકાતનો નમૂનો દર્શાવે છે. આવું જ એક પરાક્રમ કારગિલ યુદ્ધ દરમિયાન એલઓસી ની બાજુમાં આવેલા ‘ફ્લેપ ટોપ’ પોઇન્ટ પર જોવા મળ્યું હતું. પુરી પ્લાતુન ગોળીઓથી વીંધાયેલ હતી, બે જવાન શહિદ થઇ ચુક્યા હતા, પરંતુ જવાનોએ પોઇન્ટ ત્યાં સુધી ના છોડ્યું જ્યા સુધી ભારતને વિજય ના મળી ગઈ.

પરમવીર ચક્ર મેળવનાર સુબેદાર સંજય કુમારે (એલઓસીના ફિલ્મમાં સુનિલ શેટ્ટીએ જેમનું પાત્ર ભજવ્યું હતું) જણાવ્યું હતું કે, તે સાઇલેન્ટ મુવમેન્ટ રણનીતિ ‘ફ્લેપ ટોપ’ સિવાય અન્ય જગ્યાઓ પર પણ સફળતા મળી હતી. સંજય કુમાર પોતાના 11 જવાનોની ટીમ સાથે 4 જુલાઈના રોજ આગળ વઘી રહ્યા હતા. અચાનક દુશ્મનોએ તેમના પર જબરદસ્ત ફાયરિંગ ચાલુ કરી દીધું હતું, જે પોઇન્ટને મેળવતા ચાર જવાનો શહીદ થયા હતા.

સંજયે જણાવ્યું હતું કે આ મિશનમાં જેમને ગોળીઓ લાગી ચુકી હતી, તેઓએ અસહનીય દર્દ સહન કરી અને ચુપચાપ પડ્યા રહ્યા હતા. જેના કારણે દુશ્મનોને જવાનોની લોકેશન ના ખબર પડી શકે. રાત ગુજર્યા બાદ 5 જુલાઈ સવારે સાડા દસ વાગ્યે સુબેદાર સંજય કુમાર સમેત શેષ બચેલા સાત જવાન બીજી પોસ્ટને કબ્જે કરવા માટે આગળ વધ્યા હતા.

દુશ્મનો તરફથી ધુંઆધાર ફાયરિંગ કરવામાં આવી રહી હતી, ત્યાં જ થોડી જ દૂર સંજય કુમારના સિનિયરે સંજય કુમારને ઈશારામાં કહ્યું કે બંકર બહાર પડેલી બંને રાઈફલોને ખેંચી લે, જે લગાતાર ફાયરિંગ કરી રહી છે. ફાયરિંગના કારણે બંદૂકોની નળીઓ ખુબ ગરમ હતી જેના કારણે જલ્દીથી રણનીતિ બનાવવામાં આવી હતી. સંજયે પોતાના સાથી નિતેન્દ્રને ડાબી બાજુ જઈ અને બંકર પર ગ્રેનાઈડ ફેંકવાનું કહ્યું. આમ સંજયે પોતાના પાસે પડેલા ફર્સ્ટ એડ બોક્સમાંથી પટ્ટીઓ હાથમાં બાંધી અને બંકરથી બંને બંદુકો ખેંચી લીધી હતી.

Naib Subedar Sanjay Kumar who won the Param Vir Chakra for his gallantry during the Kargil War. પરમવીરની જુબાની, કારગિલ યુદ્ધના છેલ્લા 11 કલાકનો ઘટનાક્રમ

સંજયએ જણાવ્યું હતું કે, બંદુકો હાથમાં આવવાની સાથે જ તેમણે એક બંકરને તોડીને રીચેક ફાયરને ખોલી દીધું હતું. અમુક પાકિસ્તાની જવાન માર્યા ગયા હતા જયારે અમુક બંકર છોડીને નાસી છૂટયા હતા. આ યુદ્ધમાં સંજયને ચાર ગોળી વાગી હતી(બે પગમાં અને બે પીઠ અને જાંઘની વચ્ચે).

જયારે અન્ય બે સાથી પ્રવીણ અને શ્યામ શહિદ થયા હતા. જયારે અન્ય આઠ જવાનો ગંભીર રૂપે ઘાયલ થયા હતા. આ ઓપરેશનમાં સંજયે પાકિસ્તાની સૈનીકોની ત્રણ એકે 47 છીનવી લીધી હતી અને દુષ્મનો પર ફાયરિંગ કરતા બંકર પર જીત હાંસલ કરી હતી. સાંજે 5.30 વાગ્યે ઓપરેશન પૂર્ણ થયું હતું અને રેનફોર્સમેન્ટ (અન્ય ભારતીય સેના) પહોંચી આવી હતી.