Bollywood/ પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાના ઘરે ઓક્ટોબર મહિનામાં વાગશે શરણાઈ? થયો મોટો ખુલાસો, જાણો વિગત

થોડા દિવસો પહેલા રાઘવ ચઢ્ઢાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેને પૂછવામાં આવ્યું હતું કે ‘પરિણીતિ વિશે ઘણી વાતો થઈ રહી છે.’ તો રાઘવ શરમાવા લાગ્યા અને કહ્યું, ‘આજની ​​ઉજવણી કરો કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે.

Trending Entertainment
પરિણીતી ચોપરા

બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાના ઘરે ટૂંક સમયમાં શરણાઈ વાગવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે પરિણીતી ચોપરા AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને ડેટ કરી રહી છે. પરિણીતી રાઘવ સાથે એક નહીં પરંતુ ઘણી વખત જોવા મળી છે. તમામ અટકળો વચ્ચે એક મોટો ખુલાસો થયો છે

હાલમાં જ પરિણીતિનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં પરિણીતી સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર પણ જોવા મળી હતી. રિપોર્ટ્સ મુજબ પરિણીતી અને રાઘવને રોકા સેરેમની થઇ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના લગ્ન આ વર્ષના ઓક્ટોબરના અંત સુધીમાં થઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે, પરિણીતીની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા પરિણીતીના રોકા સમયે જ ભારત આવી હતી અને Jio MAMI ફિલ્મ ફેસ્ટિવલમાં જોડાઈ હતી. પ્રિયંકા આ ફિલ્મ ફેસ્ટિવલની ચેરપર્સન છે. રિપોર્ટ અનુસાર પરિણીતિના લગ્ન પછી જ પ્રિયંકા વિદેશ જશે.

થોડા દિવસો પહેલા રાઘવ ચઢ્ઢાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેને પૂછવામાં આવ્યું હતું કે ‘પરિણીતિ વિશે ઘણી વાતો થઈ રહી છે.’ તો રાઘવ શરમાવા લાગ્યા અને કહ્યું, ‘આજની ​​ઉજવણી કરો કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. અને બીજી ઘણી ઉજવણીઓ આવશે.” તાજેતરમાં પરિણીતી સેલિબ્રિટી મેનેજર પૂનમ દમણિયાને મળવા આવી હતી. આ દરમિયાન પરિણીતીએ તેની રીંગ ફિંગરમાં સિલ્વર બેન્ડની વીંટી પહેરી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો પરિણીતી તાજેતરમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેરની ફિલ્મ ‘ઉંચાઈ’માં જોવા મળી હતી. તે જલ્દી જ ચમકીલામાં જોવા મળશે. ઈમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં તે દિલજીત દોસાંઝ સાથે જોવા મળશે. આ પછી તે અક્ષય કુમાર સાથે એક ફિલ્મમાં જોવા મળશે.

આ પણ વાંચો:જાણો સિંગર લકી અલીએ તેના હિંદુ પ્રશંસકોની કેમ માફી માંગી

આ પણ વાંચો:સલમાન ખાનના લુંગી ડાન્સનો વિરોધ, દક્ષિણ ભારતીય સંસ્કૃતિનું અપમાન કરવાનો લાગ્યો આરોપ

આ પણ વાંચો:સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની મળી ધમકી, જણાવ્યું કઈ તારીખે કરશે મર્ડર

આ પણ વાંચો:અનિલ કપૂરે -110 ડિગ્રી સેલ્સિયસમાં કર્યું વર્કઆઉટ, 66 વર્ષની ઉંમરે કહ્યું સેક્સી દેખાવાનું રહસ્ય

આ પણ વાંચો:અલ્લુ અર્જુનનો દેવી ભેષ જોઈને પ્રશંસકો થયા ગુસ્સે, કહ્યું- ‘હવે અમે દેવતાઓનું અપમાન સહન નહીં કરીએ’