પરીવર્તન યાત્રા/ જામનગરમાં બાઈકરેલી યોજી ઈશુદાને કર્યા ગંભીર આક્ષેપો

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા ઈશ્વરદાન ભાઈ ગઢવી હાજર રહ્યા હતા અને ભાજપ- કોંગ્રેસ પર કર્યા વાકપ્રહાર, ભાજપ પર ભષ્ટાચારના આક્ષેપો કર્યા તો કોંગ્રેસ વેંચાતી હોવાના આક્ષેપો કર્યા હતા.

Top Stories Gujarat Others
પરીવર્તન યાત્રા

વિધાનસભાની ચૂંટણી ખૂબ નજીકમાં છે. દરેક પક્ષને ગુજરાતની શાસન ધુરા સંભાળવી છે એટલે બધા પોતપોતાની રીતે પ્લાન કરીને મહેનત કરી રહ્યાં છે. ત્યારે નવા ઉભરેલા પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી દ્વારા પરીવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે. પરીવર્તન યાત્રા યોજીને આપના  કાર્યકરો રોજેરોજ વિવિધ શહેરોમાં તેનો પ્રચાર પ્રસાર કરે છે ત્યારે આજે જામનગર ખાતે આ યાત્રા યોજાઇ હતી. જેમાં આપનાં કાર્યકરોએ બાઇક રેલી યોજી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા ઈશ્વરદાન ભાઈ ગઢવી હાજર રહ્યા હતા અને ભાજપ- કોંગ્રેસ પર કર્યા વાકપ્રહાર,  ભાજપ પર ભષ્ટાચારના આક્ષેપો કર્યા તો કોંગ્રેસ વેંચાતી હોવાના આક્ષેપો કર્યા હતા.

પરીવર્તન યાત્રા

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા રવિવારથી રાજ્યના છ અલગ અલગ સ્થળો પરથી પરિવર્તન યાત્રા  શરૂ કરવામાં આવી હતી. આગામી વિધાનસભાની  સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી તરફથી શરૂ કરાયેલી પરિવર્તન યાત્રાની શરૂઆત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ સોમનાથથી કરાવી હતી. આમ આદમી પાર્ટીના અન્ય આગેવાનોની હાજરીમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી આ પરિવર્તન યાત્રાનો પ્રારંભ થયો હતો. આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને ગીર સોમનાથ જિલ્લામાં ધીમે ધીમે રાજકીય માહોલ બની રહ્યો છે. નેતાઓ સોમનાથ દર્શન કરીને રાજકીય આયોજન અનુસાર પગલાં ભરી રહ્યા છે. આગામી ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકેલી આમ આદમી પાર્ટીએ સોમનાથથી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું હતું. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, પ્રવિણ રામ સહિતના આગેવાનો તરફથી રવિવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરીને પરિવર્તન યાત્રાની શરૂઆત કરાઈ હતી. સોમનાથ આવેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ પ્રથમ જ્યોર્તિલિંગના દર્શન કરી, જળાભિષેક કરી પ્રચાર અભિયાનનો આરંભ કરી દીધો છે. સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા સુત્રાપાડા થઈને જુદા જુદા વિધાનસભા વિસ્તારમાં ફરીને પક્ષનો પ્રચાર કરશે અને નેતા મત અપીલ કરશે. માત્ર સોમનાથ જ નહીં દેવભૂમિ દ્વારકાથી પણ આ પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાયો છે. રાજ્યના છ જુદા જુદા સ્થળેથી આ પરિવર્તન યાત્રા જુદી જુદી બેઠક પર ફરીને પ્રજાને મત અપીલ કરશે. મતદારોનો સંપર્ક કરીને પક્ષ તેના લોકલક્ષી મુદ્દાઓની છણાવટ કરશે.આ સાથે આ પદયાત્રા દરમિયાન ચર્ચા વિચારણા કરશે. પક્ષના એજન્ડા અનુસાર તે વિધાનસભાના વિસ્તારમાં આવતા દરેક લોકો સુધી પહોંચશે. આમ આદમી પાર્ટી એવું માને છે કે, આ પરિવર્તન યાત્રાનો સીધો ફાયદો વિધાનસભાની ચૂંટણીમાં થઈ શકે છે.

પરીવર્તન યાત્રા

Above 1 જામનગરમાં બાઈકરેલી યોજી ઈશુદાને કર્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો : ભૂલ ભુલૈયા 2 ની બે દિવસની કમાણી રહી ઠીકઠાક