Not Set/ સંસદ પર હુમલાની 18મી વરસી, રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીની શહીદોને શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે શુક્રવારે સંસદ પર 2001માં થયેલા હુમલાની ૧૮મિ વરસી પર પોતાનો જીવ ગુમાવનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિએ ટવીટ કરીને લખ્યું કે, ‘2001 માં આ દિવસે સંસદને આતંકવાદીઓથી બચાવ કરતી વખતે પોતાનો જીવનું બલિદાન આપનારા શહીદના અનુકરણીય બહાદુરી અને હિંમતને સલામ કરું છું.  અમે આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં હરાવવા […]

Top Stories India
bjp mp 3 સંસદ પર હુમલાની 18મી વરસી, રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીની શહીદોને શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે શુક્રવારે સંસદ પર 2001માં થયેલા હુમલાની ૧૮મિ વરસી પર પોતાનો જીવ ગુમાવનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિએ ટવીટ કરીને લખ્યું કે, ‘2001 માં આ દિવસે સંસદને આતંકવાદીઓથી બચાવ કરતી વખતે પોતાનો જીવનું બલિદાન આપનારા શહીદના અનુકરણીય બહાદુરી અને હિંમતને સલામ કરું છું.  અમે આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં હરાવવા અને તેને ખતમ કરવાના અમારા સંકલ્પમાં દ્રઢ છીએ. ‘

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય સાંસદો સાથે 2001 ના સંસદના હુમલામાં પોતાનો જીવ ગુમાવનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સંસદનાં કેટલાંક સભ્યોએ ટ્વીટ કરીને આ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરીને કહ્યું છે. કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ ટ્વિટર પર લખ્યું, ‘હું 2001 માં આ દિવસે થયેલા નિર્દય આતંકવાદી હુમલા સામે સંસદનો બચાવ કરીને બહાદુરીથી બલિદાન આપનારા તે બહાદુર લોકોને શ્રદ્ધાંજલિ આપું છું. ભારત હંમેશા તેમની નિસ્વાર્થતા, દ્રઢતા અને હિંમત માટે ઋણી રહેશે.

દિલ્હીના ભાજપના સાંસદ મનોજ તિવારીએ ટ્વીટ કર્યું છે કે, “13 ડિસેમ્બરે સંસદ ભવન પર આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારત માતાના તમામ બહાદુર સૈનિકોને નમ્ર શ્રદ્ધાંજલિ.” ઉલ્લેખનીય છે કે, 13 ડિસેમ્બર, 2001 ના રોજ એમ્બેસેડર ગાડીમાં આવેલા પાંચ આતંકવાદીઓએ 45 મિનિટમાં સંસદને ગોળીઓથી ઘમરોળી નાખી હતી.

આ હુમલા આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં 14 લોકો માર્યા ગયા હતા. જેમાં દિલ્હી પોલીસના પાંચ કર્મચારી, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની મહિલા અધિકારી, સંસદ ભવનના બે વોચ અને વોર્ડ સ્ટાફ, એક માળી અને એક કેમેરામેનનો સમાવેશ થાય છે.

આ ઘટના બની તે સમયે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું અને કાર્યવાહી 40 મિનિટ માટે મુલતવી રાખવામાં આવી હતી. સંસદની અંદર 100 જેટલા સભ્યો હાજર હતા. અન્ય મંત્રીઓ સાથે તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી અને સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝ લોકસભામાં હાજર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.