Not Set/ સંસદ ભવન/  આ મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે, અહીં ક્યારેક તંત્ર મંત્રની સાધના પણ થતી હતી

આજે જયારે નવી સંસદની વાત નીકળી જ છે તો ચાલો હાલમાં જે સંસદ ભવનમાં આપણા ચૂટેલા સાંસદો બેસે છે તેની પણ કેટલીક રોમાંચકારી વાતો વિષે ચર્ચા કરીએ. હાલનું સંસદ ભવન એક મંદિર ની રચના ના આધારે તેની રચના કરવામાં આવી  હતી. તો એ કયું મંદિર છે..? ક્યાં આવેલું છે.  ચાલો જાણીએ તેનો ઈતિહાસ શું છે..? […]

Top Stories India
સંસદ ૨ સંસદ ભવન/  આ મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે, અહીં ક્યારેક તંત્ર મંત્રની સાધના પણ થતી હતી

આજે જયારે નવી સંસદની વાત નીકળી જ છે તો ચાલો હાલમાં જે સંસદ ભવનમાં આપણા ચૂટેલા સાંસદો બેસે છે તેની પણ કેટલીક રોમાંચકારી વાતો વિષે ચર્ચા કરીએ. હાલનું સંસદ ભવન એક મંદિર ની રચના ના આધારે તેની રચના કરવામાં આવી  હતી. તો એ કયું મંદિર છે..? ક્યાં આવેલું છે.  ચાલો જાણીએ તેનો ઈતિહાસ શું છે..?

સન્સદ૩ સંસદ ભવન/  આ મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે, અહીં ક્યારેક તંત્ર મંત્રની સાધના પણ થતી હતી

દરેક નાના-મોટા નેતા સંસદ અને સંસદ ભવનમાં જવાનું સ્વપ્ન હોય છે. સંસદ ભવન ને રાજકારણનું મંદિર કહે છે. પરંતુ તમને ભાગ્યે જ ખબર હશે કે સંસદ ભવનનું નિર્માણ કોઈ મંદિરની તર્જ પર કરવામાં આવ્યું છે.

સંસદ 1 સંસદ ભવન/  આ મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે, અહીં ક્યારેક તંત્ર મંત્રની સાધના પણ થતી હતી

આ મંદિરના તળિયેથી સંસદ ભવન બરાબર દેખાય છે, પરંતુ આ મંદિર આજે ગુમનામ ખંડેર બની ગયું છે, પરંતુ  કોઈ સરકાર અને નેતા માટે આ મંદિરને સુધારવાનો કે નવીનીકરણ નો સમય નથી.

સન્સદ૩ સંસદ ભવન/  આ મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે, અહીં ક્યારેક તંત્ર મંત્રની સાધના પણ થતી હતી

આ મંદિરની તર્જ પર એક સુંદર ઇમારત બનાવવામાં આવી છે.

અમે વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ચૌસઠ યોગિની મંદિર વિશે. જી હા… હાલનું  સંસદ ભવન આ મંદિરની તર્જ પર જ બનાવવામાં આવ્યું છે. જો તમારે આ મંદિરમાં જવું હોય, તો તમારે તૂટેલા ખાડા વાળા રોડ રસ્તા પરથી પસાર થવું પડશે અને એટલું જ નહીં, અહીં જતા  તમારી સ્થિતિ પણ ખૂબ ખરાબ થઈ જાય છે.

સંસદ ૧ સંસદ ભવન/  આ મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે, અહીં ક્યારેક તંત્ર મંત્રની સાધના પણ થતી હતી

આ મંદિરની બિલકુલ કાળજી લેવામાં આવી નથી. આ સાથે, આ મંદિરને ઐતિહાસિક સ્મારક પણ જાહેર કરાયું છે, પરંતુ આ હોવા છતાં, દેશના કોઈ નેતા અથવા સરકારને તેની કોઈ દરકાર લેવાનો સમય જ નથી મળ્યો.

સંસદ ૫ સંસદ ભવન/  આ મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે, અહીં ક્યારેક તંત્ર મંત્રની સાધના પણ થતી હતી

ઉલ્લેખનીય છે કે, જ્યારે મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની સરકાર હતી ત્યારે પણ આ મંદિરની અવગણના કરવામાં આવી હતી અને હવે જ્યારે કમલનાથ સરકાર છે ત્યારે આ મંદિરની જાળવણીની અવગણના કરવામાં આવી રહી છે. આ મંદિરની હાલત કફોડી બની રહી છે. આ મંદિર ક્ષત્રિય રાજાઓ દ્વારા 1323 એડીમાં બનાવવામાં આવ્યું હતું.

સંસદ ૪ સંસદ ભવન/  આ મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે, અહીં ક્યારેક તંત્ર મંત્રની સાધના પણ થતી હતી

આ મંદિર વર્તુળ  વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં 64 ઓરડાઓ છે અને ઓરડામાં એક-એક  શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યારે આ મંદિરની મધ્યમાં એક વિશાળ શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ મંદિરમાં 101 જેટલા સ્તંભો છે જેના પર આ મંદિર ટકેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.