મંતવ્ય વિશેષ/ સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા

સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. સંસદના પ્રથમ દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનથી થશે જ્યારે બીજા દિવસની કાર્યવાહી નવા સંસદ ભવનમાં થશે. ત્યારે ખાસ અહેવાલમાં જોઈએ જૂની સંસદની યાદગાર કહાની

Mantavya Exclusive Mantavya Vishesh
YouTube Thumbnail 4 સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા
  • સંસદમાં 27 ફૂટ લાંબા 144 સેન્ડસ્ટોન પિલર છે
  • એડવિન લુટિયન્સ અને ડર્બર્ટ બેકરને ડિઝાઇન કરી સંસદ
  • 12 ફેબ્રુઆરી 1921ના રોજ પ્રથમ પાયાનો પથ્થર મૂકાયો

આ કહાનીની શરૂઆત 1911થી થાય છે. જ્યારે બ્રિટિશ કિંગ જ્યોર્જ પંચમે ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવાની જાહેરાત કરી હતી. આ રાજધાની ડિઝાઇન કરવાની જવાબદારી એડવિન લુટિયન્સ અને ડર્બર્ટ બેકરને આપવામાં આવી હતી..જેઓ તે સમયના પ્રખ્યાત બ્રિટિશ આર્કિટેક્ટ હતા. આ સમય દરમિયાન કાઉન્સિલ હાઉસની કલ્પના કરવામાં આવી હતી, જે ભારતની સંસદ બની હતી. બૅકર ઈચ્છતા હતા કે કાઉન્સિલ હાઉસની ડિઝાઇન ત્રિકોણાકાર હોય અને તેને રાયસિના હિલ્સથી દૂર બનાવવામાં આવે. જ્યારે લુટિયન્સ તેને ગોળ અને હાલના સ્થાન પર જ બનાવવા માંગતા હતા. આખરે લુટિયન્સનો અભિપ્રાય સ્વીકારવામાં આવ્યો.. બ્રિટનના ડ્યુક ઓફ કનોટે 12 ફેબ્રુઆરી 1921ના રોજ તેનો પ્રથમ પાયાનો પથ્થર મૂકતા કહ્યું – આ ઈમારત ભારતના મહાન ભાગ્યના પુનર્જન્મનું પ્રતીક બનશે.

આ ઈમારતમાં 27 ફટ લાંબા 144 સેન્ડસ્ટોન પિલર બનાવવામાં આવ્યા છે. મૈથ્થર અને આરસને આકાર આપવા માટે 2,500 જેટલા રાજ મિસ્ત્રીને કામે લગાવાયા હતા. 6 વર્ષની મહેનત બાદ 1927ની શરૂઆતમાં જ્યારે આ ઈમારત બની ત્યારે તે વિશ્વમાં આર્કિટેક્ચરનું અનોખું ઉદાહરણ બની હતી.

તેને બનાવવામાં કુલ 83 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તે સમયે 10 ગ્રામ સોનાની કિંમત 18 રૂપિયા હતી. આ ઈમારતના નિર્માણ બાદ 18 જાન્યુઆરી 1927ના રોજ વાઇસરોય લોર્ડ ઇરવિન પોતાની શાહી ગાડીમાં ગ્રેટ પ્લેસ (હવે વિજય ચોક) પહોંચ્યા હતા. ત્યાં ડર્બર્ટ બેકરે તેને સોનાની ચાવી આપી અને લોર્ડ ઈરવિને કાઉન્સિલ હાઉસનો દરવાજો ખોલીને ઉદ્ધાટન કર્યું હતું.

કાઉન્સિલ ડાઉસના ઉદ્ઘાટનના 2 વર્ષ પછી 8 એપ્રિલ 1929. સેન્ટ્રલ એસેમ્બલીના પ્રેસિડેન્ટ (આજના લોકસભાના સ્પીકર) વિઠ્ઠલભાઇ પટેલે ટ્રેડ ડિસ્યુટ બિલ પસાર કરતાની સાથે જ એક જોરદાર વિસ્ફોટ થયો. તે સમયે બપોરના લગભગ 12.30 વાગ્યા હતા.

ગૃહ ધુમાડાથી ભરાઈ ગયું હતું અને બે ક્રાંતિકારી યુવાનો મુલાકાતીઓની ગેલેરીમાં પેમ્ફલેટ ફેંકી રહ્યા હતા અને નારા લગાવી રહ્યા હતા- ઈન્કલાબ ઝિંદાબાદ. તેમના નામ હતા- ભગતસિંહ અને બહુકાર દત્ત.

જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે મદન મોહન માલવિયા, મોહમ્મદ અલી ઝીન્ના, મોતીલાલ નહેરુ, લાલા લજપત રાય, સરદાર વલ્લભભાઈ પટેલ અને સાયમન કમિશનના જોન સાઇમન પણ ગૃહમાં બેઠા હતા.

આ દુર્ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નહોતું અને આવો ઇરાદો પણ નહોતો. ક્રાંતિકારીઓએ જણાવ્યું કે તેઓએ બહેરાઓ સુધી અવાજ પહોંચાડવા માટે આ વિસ્ફોટ કર્યો હતો.

14 ઓગસ્ટ 1947ના રોજ રાત્રે 11 વાગ્યે સંસદ ભવનમાં બંધારણ સભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું, જેની અધ્યક્ષતા રાજેન્દ્ર પ્રસાદે કરી હતી. ઉત્તર પ્રદેશના સભ્ય સૂચેતા ક્રિપલાનીએ વંદે માતરમ ગાઇને આ ખાસ દિવસની કાર્યવાહી શરૂ કરી હતી. આ પછી જવાહર લાલ નહેરુએ તે ઐતિડાસિક ભાષણ આપ્યું હતું, જેને ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની તરીકે ઓળખવામાં આવે છે.

આજે અમે કમનસીબીના યુગનો અંત લાવી રહ્યા છીએ અને ભારત ફરી એકવાર પોતાને શોધી રહ્યું છે. આજે આપણે જે સિદ્ધિની ઉજવણી કરી રહ્યા છીએ તે માત્ર નવી તકો ખોલવાની દિશામાં એક પગલું છે. તેનાથી પણ મોટી જીત અને સિદ્ધિઓ આપણી રાહ જોઇ રહી છે.

મહાત્મા ગાંધીની હત્યા બાદ આ જ સંસદમાં નહેરુએ કહ્યું હતું- ‘એક ગૌરવ ચાલ્યું ગયું. એક સૂર્ય જેણે આપણને પ્રકાશ અને ઉષ્માં આપી તે હવે અસ્ત થઈ ગયો છે અને આપણે અંધકાર અને ઠંડીમાં ધ્રૂજી રહ્યા છીએ.

1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ લિન્ડન જોન્સને શાસ્ત્રીને ધમકી આપી હતી કે જો તેઓ લડાઈ બંધ નહીં કરે તો તેઓ તેમને લાલ ઘઉ મોકલે છે, તેને બંધ કરી દેશે. તે સમયે ભારત ઘઉના ઉત્પાદનમાં આત્મનિર્ભર ન હતું. શાસ્ત્રીએ આ સંસદમાં દેશવાસીઓને કહ્યું કે આપણે અઠવાડિયામાં એક વખતનું ભોજન કરીશું નહીં. આનાથી અમેરિકાથી આવનારા ઘઉંની કમી પૂરી થઇ જશે. 1971માં જ્યારે ઇન્દિરા ગાંધીએ લોકસભામાં જાહેરાત કરી કે બાંગ્લાદેશમાં પાકિસ્તાની સેનાએ બિનશરતી શરણાગતિ સ્વીકારી છે, ત્યારે આખું ગૃહ ટેબલના ગડગડાટથી ગુંજી ઊઠ્યું હતું.

ઈમર્જન્સી લાદવામાં આવ્યા બાદ લોકસભાનું સત્ર બોલાવવામાં આવ્યું હતું. 21 જુલાઈ 1975ના રોજ, ડેપ્યુર્ટી હોમ મિનિસ્ટર એફ એમ મોહસિને રાષ્ટ્રપતિ દ્વારા લાવામાં આવેલી કટોકટીની જાહેરાત કરી. સંસદમાં મુદ્દા ઉઠાવવાના અધિકારને સ્થગિત કરવાના વિરોધમાં ઘણા સાંસદોએ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. તેમાં સોમનાથ ચેટર્જી, ઈન્દ્રજિત ગુપ્તા, એચએન મુખર્જી, જગન્નાથ રાવ જોશી અને પીકે દેવ સહિત ઘણા સભ્યો હતા. પીકે દેવે કહ્યું હતું- ‘કદાચ લોકશાહી માટે આ છેલ્લો પ્રયાસ હોય, પરંતુ હું વૃઢતાથી કહેવા માંગું છું કે જ્યારે આ રીતે અધિકારો સસ્પેન્ડ કરવાના કોઈ નિયમો નથી, તો તેને સ્વીકારી પણ ન શકાય

31 મે 1996ના રોજ અટલ બિહારી વાજપેયીએ સંસદમાં અમર ભાષણ આપ્યું હતું. સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. તેમણે સંખ્યાબળ ઓછું હોવાની વાત કહી અને રાષ્ટ્રપતિને રાજીનામું સોંપ્યું. આ દરમિયાન તેમણે કહ્યું- હું 40 વર્ષથી આ ગૃહનો સભ્ય છું. સભ્યોએ મારું વર્તન જોયું. પરંતુ પાર્ટીને તોડીને સત્તા માટે નવું ગઠબંધન કરીને જો સત્તા હાથમાં આવે છે તો આવી સત્તાને સ્પર્શ કરવાનું પણ પસંદ ના કરું

22 જુલાઈ 1974ના રોજ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સંસદમાં કહ્યું કે ભારતે પોખરણમાં શાંતિપૂર્ણ પરમાણુ પ્રયોગ કર્યો છે. તેમણે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ વિશે પણ માહિતી આપી હતી. 24 વર્ષ બાદ 1998માં અટલ બિહારી વાજપેયીએ પણ સંસદમાં જાહેરાત કરી કે ભારત પરમાણુ હથિયારોથી સજ્જ દેશ બનશે અને કહ્યું- ભારત હવે પરમાણુ શસ્ત્રો ધરાવતો દેરા છે, આ એક વાસ્તવિકતા છે જેને નકારી શકાય તેમ નથી. તે એવી ભેટ નથી કે જે અમે ઈચ્છતા હતા. કે તે એવી સ્થિતિ નથી કે જેને અન્યની મંજૂરીની જરૂર હોય. આ આપણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ દેશને આપેલી ભેટ છે. આ ભારતનો અધિકાર છે’.

કેટલાક સાંસદોએ ન્યુક્લિયર ટેસ્ટિંગ પર સવાલ ઉઠાવ્યા કે દેશની સામે ક્યું જોખમ હતું. આના પર વાજપેયીએ કહ્યું- ‘શું જોખમ હોય ત્યારે જ આત્મરક્ષાની તૈયારી કરાય.તૈયારીઓ અગાઉથી જ કરી લેવી જોઈએ, જેથી જે જોખમ આવવાનું છે તેને પણ દૂર કરી શકાય!

સંસદ પર હુમલો 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું. મહિલા આરક્ષણ બિલ પર ઘણા દિવસોથી હોબાળો ચાલી રહ્યો હતો. લોકસભા સવારે 11.02 વાગ્યે સ્થગિત થઈ ગઈ. આ પછી પીએમ વાજપેચી અને સોનિયા ગાંધી સંસદમાંથી નીકળી ગયો હતો. લગભગ 11.30 વાગ્યે L-3CJ-1527 નંબરવાળી સફેદ રંગની એમ્બેસેડર કાર ઝડપથી અંદર ઘૂસી અને તેમાં સવાર આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું આ સમયે દેશના ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી અને પ્રમોદ મહાજન સહિત અનેક વરિષ્ઠ નેતાઓ ગૃહમાં હાજર હતા. સંસદમાં સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ તહેનાત કરવાની પ્રથા તે સમય સુધી પ્રચલિત નહોતી. સાંજે લગભગ 4 વાગ્યા સુધીમાં પાંચેરા આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હી પોલીસના 5 કર્મચારી, CRPFની એક મહિલા સુરક્ષા કર્મચારી, રાજ્યસભા સચિવાલયના બે કર્મચારીઓ અને એક માળીનું મોત થયું હતું.

ભારતમાં દીવ, દમણ, દાદરાનગર હવેલી અને યુદ્ધેરી (અગાઉ પંડિચેરી)ના સમાવેશ અંગે અહીં ચર્ચા કરવામાં આવી હતી. જીમી કાર્ટર અને બરાક ઓખામાં જેવા વિદેશી મહાનુભાવોને અહીં ભારતીય સંસદનાં સંયુક્ત ગૃહોને સંબોધવાનું સન્માન મળ્યું હતું. આ સંસદ ભવનમાં દેશના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ માટે અનામત અને કમિરાનની જોગવાઇ કરવામાં આવી તી.

એક દેશ, એક ટેક્સ સિસ્ટમ’ માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવા માટે મધ્યરાત્રિએ સંસદની બેઠક બોલાવવામાં આવી હતી. કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણની  કલમ 370 અને 35Aનાબૂદ કરવા જેવી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પણ આ બિલ્ડિંગમાં બની છે,

પહેલી લોકસભામાં 35 વર્ષ કે તેથી ઓછી ઉપરના સાંસદોની સંખ્યા 81 હતી. જે વર્તમાન લોકસભામાં ઘટીને માત્ર 21 થઇ ગઇ છે. મતલબ કે 70 વર્ષમાં યુવા સાંસદો ઓછા થયા છે. વર્ષ 1956માં લોકસભાની 151 બેઠકો થઈ હતી, આ ઇતિહાસમાં સૌથી વધુ છે. 2020માં સૌથી ઓછી બેઠકો માત્ર ૩૩ દિવસ થઈ હતી. છેલ્લાં 70 વર્ષમાં લોકસામાની બેઠકના દિવસોની સંખ્યા ઘટી રહી છે.

1951માં 17 કરોડ મતદારો હતા, જે 2019ની ચૂંટણીમાં વધીને 91 કરોડ થઈ ગયા છે. એટલે કે છેલ્લાં 70 વર્ષમાં મતદારોની સંખ્યામાં 6 ગણો વધારો થયો છે. 1951ની ચૂંટણીમાં 53 પાર્ટીઓએ ભાગ લીધો હતો, જ્યારે 2019ની ચૂંટણીમાં 673 પાર્ટીઓએ ભાગ લીધો હતો. એટલે કે 7 દાયકામાં પક્ષોની સંખ્યા લગભગ 12 ગણી વધી છે.

આ પણ વાંચો:લોકસભા ચૂંટણીને લઈને ખડગેનું મોટું નિવેદન, કહ્યું- ‘જો આપણે સાથે નહીં લડીએ તો…’

આ પણ વાંચો:આગામી ચૂંટણીમાં ચંદ્રબાબુ નાયડુની ટીડીપી સાથે ગઠબંધન કરશે જનસેના પાર્ટી, પવન કલ્યાણની જાહેરાત

આ પણ વાંચો:ગર્ભવતી પુત્રવધૂ પર સસરાએ આચર્યું દુષ્કર્મ, પતિએ કહ્યું- હવે તું મારી મા છે, હું તને સાથે નહીં રાખી શકું

આ પણ વાંચો:મોદી સરકારે સંસદના વિશેષ સત્રનો એજન્ડા જાહેર કર્યો, આ 4 બિલ રજૂ કરશે