દિલ્હી/ સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે

સંસદનું આ બજેટ સત્ર કોરોના સંક્રમણ અને પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી વચ્ચે શરૂ થવા જઈ રહ્યું છે.

Top Stories India
Untitled 48 સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે

દેશમાં કોરોનાનું ત્રીજું મોજું યથાવત છે. દરરોજ સતત કેસ વધતાં જોવા મળી રહયા છે  ત્યારે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે.  નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2022-23 માટે બજેટ રજૂ કરશે. આપને જણાવી દઈએ કે કોરોના સંક્રમણની વચ્ચે તે વધુ એક બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલે તેવી શક્યતા છે. તેમજ બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.

સંસદનું આ બજેટ સત્ર કોરોના સંક્રમણ અને પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી વચ્ચે શરૂ થવા જઈ રહ્યું છે. કોવિડના ખતરાને કારણે છેલ્લા પાંચ સત્રો રદ કરવા પડ્યા હતા. ઘણા સાંસદો આ વાયરસથી પ્રભાવિત થયા છે. છેલ્લા બે વર્ષમાં ત્રણ સાંસદો અને એક મંત્રીનું આ રોગથી મૃત્યુ થયું છે.

આ  પણ  વાંચો:થનગનાટ /  સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે થનગનાટ

આ મામલા સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું, “અમે વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ. પરંતુ અંતિમ નિર્ણય આ મહિનાના અંત સુધીમાં કોવિડની સ્થિતિ પર નિર્ભર રહેશે. લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ 25 કે 26 જાન્યુઆરીની આસપાસ બેઠક કરશે અને સત્રનું સંચાલન કેવી રીતે કરવું તે નક્કી કરશે.

સંબંધિત સૂત્રોએ જણાવ્યું કે ત્રીજા મોજા દરમિયાન છેલ્લા એક મહિનામાં સંસદભવનના 718 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી મોટાભાગના છેલ્લા બે અઠવાડિયા દરમિયાન સંક્રમિત થયા છે. 9 જાન્યુઆરી સુધી લગભગ 400 કર્મચારીઓ કોરોના સંક્રમિત હતા, પરંતુ બુધવારે આ આંકડો 700ને પાર કરી ગયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં જ આ આંકડાઓમાં લગભગ 43 ટકાનો વધારો થયો છે.

આ પણ  વાંચો:બ્રિટન / PM Boris Johnson ટૂંક સમયમાં આપી શકે છે રાજીનામું, ભારતીય મૂળના ઋષિ સુનક સંભાળશે સત્તા