રાજયમાં કોરોનાની મહામારી વચ્ચે સતત બીજા વર્ષે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ત્રીજી લહેરની શરૂઆત થતા કોરોના કેસોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજના દિવસે કોરોના મહામારી વચ્ચે ઉતરાયણના પર્વ પર માહોલમાં કયાંક ઉજવણી તો કયાંક ઉદાસીનતા જોવા મળી હતી. ત્યારે મહત્વનુ છે કે ગણ્યાગાંઠા રાજકોટીયન્સ પરિવાર અને મિત્રો સાથે મકરસંક્રાતિ ઉજવી રહ્યા છે. પવન સારો હોવા છતાં આકાશ દર વખતની માફક પતંગો ઊડતી જોવા નથી મળી રહી.
રાજ્યમાં અનેક વિસ્તારોમાં પવન સારો થતા હવે ધીરે-ધીરે ધાબા પર લોકો ચઢી રહ્યા છે અને નાના સ્પીકરો પર ગીરો વગાડી પતંગોત્સવની મજા માણી રહ્યા છે. બીજી તરફ ઉત્તરાયણના દિવસે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ઊંધિયા જલેબીના સ્ટોર લાગેલા જોવા મળ્યા છે. જો કે આ વખતે દર વર્ષની જેમ સ્ટોલો પર લોકોની કતાર જોવા ન મળી. સવારમાં લોકોનો ઉત્સાહ પ્રમાણમાં ઓછો હતો પણ પછીથી પવને સાથ આપતાં લોકો ઉત્સાહમાં આવી ગયા હતા અને ધૂમ મચાવી હતી.
આ પણ વાંચો;રી / ફિલિપાઇન્સ ભારત પાસેથી બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ ખરીદશે,પ્રસ્તાવને મંજૂરી આપી
તેમજ સતત બીજા વર્ષે કોરોના મહામારી વચ્ચે ઉતરાયણ પર્વની ઉજવણી તો કરવામાં આવી રહી છે પરંતુ તેમાં દર વર્ષ જેવો માહોલ જોવા નથી મળી રહ્યો. આ વર્ષે સરકાર દ્વારા મ્યુઝિક સિસ્ટમ સહિત અનેક વસ્તુઓ પર નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે રંગીલા રાજકોટમાં મકરસંક્રાંતિના દિવસે લોકો પોતાની છત પર પતંગ ઉડાવી નિરૂત્સાહ મજા માણી રહ્યા છે.લોકો માં પહેલા જેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો નથી .
દર વર્ષે રંગીલા શહેરમાં લોકો પરિવાર સાથે પતંગ ઉડાવતા, ગરબા, વિવિધ વાનગીઓ એકસાથે આરોગતા અને મજા માણતા હોય છે. પરંતુ કોરોનાની મહામારીના કારણે રાજકોટમાં વિવિધ ઘરોની અગાસી ઉપર માત્ર ગણતરીના લોકો નિજાંદનમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો:દાવો / શિવસેનાના સંજ્ય રાવતનો મોટો દાવો હજુપણ BJPમાંથી રાજીનામાં પડશે,જાણો વિગત