Not Set/ પરિણીતી ચોપડાને CAA નો વિરોધ કરવું પડ્યુ ભારે, આ પદથી હટાવવામાં આવી

નાગરિક સુધારણા કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. દેશમાં અનેક જગ્યાએ પ્રદર્શન હિંસક બન્યા છે. વળી, બીજી તરફ બોલિવૂડનાં ઘણા સ્ટાર્સે પણ નવા નાગરિકત્વ કાયદાનો વિરોધ કર્યો છે. સીએએનો વિરોધ કરવો ઘણાં ફિલ્મી સ્ટાર્સને મોંઘી પડી રહ્યો છે. સુશાંત સિંહ સિવાય અભિનેત્રી પરિણીતી ચોપડાએ સીએએને લઈને જામિયામાં ચાલી રહેલા વિરોધ અને દિલ્હી પોલીસ […]

Uncategorized
Parineeti Chopra પરિણીતી ચોપડાને CAA નો વિરોધ કરવું પડ્યુ ભારે, આ પદથી હટાવવામાં આવી

નાગરિક સુધારણા કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. દેશમાં અનેક જગ્યાએ પ્રદર્શન હિંસક બન્યા છે. વળી, બીજી તરફ બોલિવૂડનાં ઘણા સ્ટાર્સે પણ નવા નાગરિકત્વ કાયદાનો વિરોધ કર્યો છે. સીએએનો વિરોધ કરવો ઘણાં ફિલ્મી સ્ટાર્સને મોંઘી પડી રહ્યો છે. સુશાંત સિંહ સિવાય અભિનેત્રી પરિણીતી ચોપડાએ સીએએને લઈને જામિયામાં ચાલી રહેલા વિરોધ અને દિલ્હી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર બળનો ઉપયોગ કરવા વિરુદ્ધ ટ્વીટ કર્યું હતું. આ ટ્વિટ બાદ હવે તે હરિયાણા સરકાર દ્વારા બેટી બચાવો-બેટી પઢાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર નથી.

સીએએની વિરુદ્ધ, પરિણીતીએ તેના ટ્વિટમાં લખ્યું કે, “જો દરેક વખતે નાગરિકો પોતાનો મત વ્યક્ત કરે ત્યારે આવું જ થાય છે, તો સીએબીને ભૂલી જાઓ.” આપણે એક ખરડો પસાર કરવો જોઈએ અને આપણા દેશને લોકશાહી દેશ કહેવાનુ છોડી દેવુ જોઈએ. શું નિર્દોષ લોકોને મનની વાત કહેવા બદલ મારવામાં આવી રહ્યા છે? આ બર્બર છે. જ્યારે આ ટ્વિટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે હરિયાણામાં બેટી બચાવો-બેટી પઢાવો અભિયાનનાં પ્રોજેક્ટ ડિરેક્ટર યોગેન્દ્ર મલિકેને પુછવામાં આવ્યુ ત્યારે તેમણે ખુલાસો કર્યો કે તેઓ હવે આ અભિયાનનો ભાગ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.