Not Set/ મારા ઘરે દીકરી નહીં સાક્ષાત લક્ષ્મી આવી છે, પતાસા નહિ આ રીતે કરી ઉજવણી

મીઠાઈ વહેંચવાથી થોડીક ક્ષણો માટે કોઈના મોં મધુર કરી શકાય છે. પરંતુ જો કાયમી માટે કોઈનું જીવન મધુર બનાવવુ હોય, તેમના સ્વભાવ અને સબંધોમાં મીઠાશ ફેલાવવી હોય તો..

Rajkot Gujarat
મીઠાઈ વહેંચી મારા ઘરે દીકરી નહીં સાક્ષાત લક્ષ્મી આવી છે, પતાસા નહિ આ રીતે
  • દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન, 
  • દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર

સામાન્યતઃ લોકો દીકરી કે દીકરાના જન્મ સમયે મીઠાઈ વહેંચીને લોકોના મોં મીઠા કરાવતા હોઈ છે. પરંતુ રાજકોટમાં રહેતા એક પરિવારે પોતાની વ્હાલુડીના વધામણાં કઈક અનોખી રીતે કર્યા છે. સામાન્યતઃ લોકો દીકરી કે દીકરા નો જન્મ થતાં મીઠાઈ વહેંચી સ્નેહી જનોના મોં મીઠા કરાવતા હોઇ છે. તો છેલ્લા કેટલાય વર્ષોથી આપણે ત્યાં એક પરંપરા ચાલી આવી રહી છે. જે અંતર્ગત કોઈ સ્વજન નું મૃત્યુ થતાં તે આત્માના કલ્યાણ માટે તેના પરિજનો ધાર્મિક પુસ્તકોની વહેંચણી કરતા હોઈ છે. ત્યારે રાજકોટના એક પરિવારે કઈક અનોખો ચીલો ચીતરવાનો પ્રયાસ કર્યો છે.

રાજકોટમાં વસવાટ કરતા પોપટ પરિવારમાં દીકરીનો જન્મ થતાં મીઠાઈની જગ્યાએ રામ ચરિત માનસ લોકોને ભેટમાં આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે દીકરીની માતાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મીઠાઈ વહેંચવાથી થોડીક ક્ષણો માટે કોઈના મોં મધુર કરી શકાય છે. પરંતુ જો કાયમી માટે કોઈનું જીવન મધુર બનાવવુ હોઈ, તેમનો સ્વભાવ તેમના સબંધોમાં મીઠાશ કાયમી પથરાઈ રહે તે પ્રકારના હેતુ સાથે અમે રામ ચરિત માનસ વહેચવાનું નક્કી કર્યું છે. કારણકે રામ ચરિત માનસના વાંચન થકી વ્યક્તિના જીવનમાં આમોલ પરિવર્તન આવશે.

stock arket 1 2 મારા ઘરે દીકરી નહીં સાક્ષાત લક્ષ્મી આવી છે, પતાસા નહિ આ રીતે કરી ઉજવણી

આજે જ્યારે વિભક્ત કુટુંબની સંખ્યા મોટા પ્રમાણમાં કૂદકે અને ભૂસકે વધી રહી છે. ત્યારે પારિવારિક સંબંધો કઈ રીતે સુવ્યવસ્થિત જાળવી શકાય તે બાબતનો સંપૂર્ણ પણે ખ્યાલ આપે છે રામ ચરિત માનસ. સાસુ સસરા, સસરા જમાઈ અને બાપ દીકરીના સંબંધો ક્યાં પ્રકારે હોવા જોઈએ આ બાબતનો તલસ્પર્શી રીતે ખ્યાલ આપે છે રામ ચરિત માનસ. તેમજ આજે જ્યારે દીકરી પર અત્યાચારો મોટા ભાગે તેના પરિચીત વ્યક્તિ સૌથી વધુ કરતા હોઈ છે. ત્યારે મર્યાદા સહિતના પાઠ દીકરીના ઘર થી જ શરૂ થાય. તેના પરિજનોથી જ શરૂ થાય તે હેતુ સાથે રામ ચરિત માનસ આપવાનું નક્કી કર્યું છે.

stock arket 1 3 મારા ઘરે દીકરી નહીં સાક્ષાત લક્ષ્મી આવી છે, પતાસા નહિ આ રીતે કરી ઉજવણી

આપણે ત્યાં એવું કહેવાય છે કે દીકરો સૌથી વધુ તેની માતાને વ્હાલો હોય છે. જ્યારે કે દીકરી સૌથી વધુ વ્હાલી તેની પિતાને. ત્યારે એક પિતા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતો હોય છે પોતાની લાડકવાયીના ચહેરા પર સ્મિત કાયમી અકબંધ જળવાઈ રહે તે માટે. ત્યારે રુદ્રીના પિતા દ્વારા પોતાનો પૂરો પગાર વ્હાલુડીના અનોખા વધામણાં અંતર્ગત રામ ચરિત માનસની વહેંચણી કરી ખર્ચ કરવામાં આવશે.

પોપટ પરિવાર દ્વારા રામ ચરિત માનસની ભેટ રાજકોટ જિલ્લા જેલમાં, શહેર પોલીસ કમિશનરની કચેરીમાં આવેલ લાઇબ્રેરી થી માંડી શહેરભરના તમામ પોલીસ સ્ટેશનમાં આવેલ લાઇબ્રેરી માં આપવામાં આવશે. તો સાથેજ પોતાના સ્નેહીજનો મિત્ર વર્તુળ અને ધાર્મિક સંસ્થાનોમાં પણ આપવામાં આવશે…

આજે જ્યારે લોકો પશ્ચિમી સંસ્કૃતિ નું આંધળું અનુકરણ કરી રેસ્ટોરન્ટમાં પાર્ટી તેમજ કેક ઇત્યાદિ કાપી હજારો રૂપિયાનું આંધણ કરતા હોય છે. ત્યારે પોપટ પરિવારે વ્હાલુડીના અનોખા વધામણાં કરી ને સમાજને એક સારો રાહ ચિંધવાનો પ્રયત્ન કર્યો છે.

જાણીતા લેખક ગુણવંત શાહે પણ કહ્યું છે કે, મોગરની મહેક, ગુલાબની ભવ્યતા અને પરિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકઠી થાય ત્યારે પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે. દીકરીના પગની પાયલનાં ઝંકાર સામે મંદિરની ઘંટડીનો રણકાર પણ મંદ  પડી જાય છે.

Aishwarya Rai Summoned / ઐશ્વર્યા રાય બચ્ચન દિલ્હીમાં EDની ઓફિસ પહોંચી, પનામા પેપર્સ કેસમાં પૂછપરછ

નવી દિલ્હી / ઓમિક્રોનના વધતા ખતરા પર કેજરીવાલે કહ્યું-  બૂસ્ટર ડોઝ માટે દિલ્હી તૈયાર, કેન્દ્ર સરકાર આપે મંજૂરી આપે

સાવધાન! / ઓમિક્રોનનાં કહેર વચ્ચે દિલ્હીનાં તમામ કોવિડ દર્દીની થશે જીનોમ સિક્વન્સિંગ