Ahmedabad/ ફાર્મા કંપનીમાં ભાગીદારે ખોટા બીલો બનાવી છેતરપીંડી કરતા ફરિયાદ, તબીબ ન હોય તેવા તબીબોના નામે બનાવ્યા બીલો

અમદાવાદ શહેરમાં સરખેજ વિસ્તારમાં અપોહા ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર પ્રણવ કારિયાએ તેમની જ ફાર્મા કંપનીનાં ભાગીદાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે

Ahmedabad Gujarat
A 409 ફાર્મા કંપનીમાં ભાગીદારે ખોટા બીલો બનાવી છેતરપીંડી કરતા ફરિયાદ, તબીબ ન હોય તેવા તબીબોના નામે બનાવ્યા બીલો

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદ શહેરમાં સરખેજ વિસ્તારમાં અપોહા ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર પ્રણવ કારિયાએ તેમની જ ફાર્મા કંપનીનાં ભાગીદાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.તેઓની કંપનીમાં ૫૦ ટકાના શેરહોલ્ડર તરીકે રાજકોટનાં મેહુલ મનસુખભાઈ રાદડિયા ભાગીદાર છે.અપોહા ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દવાનું ઉત્પાદન કરતી કંપનીઓ પાસેથી દવાનો માલ રાખી તેઓની કંપનીના નામથી સરકારી લાયસન્સ ધરાવતા મેડિકલ સ્ટોર, ફાર્મા ડિસ્ટ્રીબ્યુટર અને મેડિકલ ડિગ્રી ધરાવતા ડૉકટર તથા હોસ્પિટલને દવાઓનુ વેચાણ કરે છે.

જૂન 2020 માં પ્રણવ કારિયાએ કંપનીનું વર્ષ 2019- 20નું ઓડિટ કરાવી કંપનીના લેવડ દેવડના હિસાબોની ચકાસણી કરી હતી.જેમાં રાજકોટના હિરેન પ્રવીણ જોશી તેમજ અમદાવાદના રિયાઝગુલામ કાગદીને ડૉક્ટર તરીકે દર્શાવી ૯૦ હજાર રૂપિયાના ખોટા બિલ બનાવી જુદી જુદી દવાનો જથ્થો તેમને વેચાણ કરાર્યો હોવાનું તેમ જ રાજકોટના યોગી હાડવૈધના નામે રૂ. 35,000 ના ખોટા બિલ બનાવી જુદી જુદી દવાઓના વેચાણ કર્યું હોવાનું ધ્યાને આવ્યુ હતુ.જે તમામ બિલોની ચકાસણી કરતા કંપનીના ભાગીદાર મેહુલ રાદડિયાએ આ ત્રણેય પાર્ટીને કંપનીની પોલીસી મુજબ દવાઓ વેચાણ કરી શકાતી ન હોવા છતાં પણ કંપનીના બિલિંગ સિસ્ટમમાં ખોટી રીતે ડૉક્ટરો દર્શાવી ખોટા બિલો બનાવી ખોટી રીતે દવાઓ વેચી હોવાનું સામે આવ્યું હતું.

જેથી જૂન 2020 પહેલા સમયગાળામાં કંપનીના ભાગીદાર મેહુલ રાદડિયાએ ડોક્ટર ન હોવા છતાં કંપનીના બિલિંગ સિસ્ટમમાં ત્રણ શખ્સોને ડૉક્ટર તરીકે દર્શાવી કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ખોટા બિલો બનાવી કુલ રૂ 1,62,000 કિંમતની દવાનો જથ્થો ખોટી રીતે વેચાણ કર્યો હોવાનું ખુલ્યુ હતુ.જેથી કંપનીનાં ડાયરેક્ટર પ્રણવ કારિયાએ ભાગીદાર મેહુલ રાદડિયા સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સરખેજ પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.