વડોદરા/ વેસ્ટ ઓઇલનો વેપારી ચાલુ ફ્લાઇટમાં દારૂ પીતા ઝડપાયો, કરાઇ અટકાયત

ગોવાથી વડોદરા આવતી ઇંડિગોની ડોમેસ્ટિક ફ્લાઇટમાં રહેલા ઇન્ડિગો સિનિયર એક્ઝિક્યુટિવ સિક્યુરીટીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી કે ચાલુ ફ્લાઇટમાં ચાર વ્યક્તિઓ દારૂ પી રહ્યા છે. 

Top Stories Gujarat Vadodara
j1 2 વેસ્ટ ઓઇલનો વેપારી ચાલુ ફ્લાઇટમાં દારૂ પીતા ઝડપાયો, કરાઇ અટકાયત
  • વડોદરા ફ્લાઇટમાં દારૂ પીનાર વેપારી પકડાયો
  • ગોવાથી વડોદરા આવતા પીધો હતો દારૂ
  • ડોમેસ્ટિક ફ્લાઇટમાં વેપારીએ દારૂ પીધો હતો
  • એરપોર્ટ બહાર વેપારીને પકડી પાડવામાં આવ્યો
  • હરણી પોલીસે કરી વેપારીની કાર્યવાહી
  • વેસ્ટ ઓઇલના વ્યાપારીએ પીધો હતો દારૂ

ગોવાથી વડોદરા આવતી ફ્લાઇટમાં એક વેપારી દારૂ પીતા ઝડપાયો છે. ગોવાથી વડોદરા આવતી ઇંડિગો એરલાઇન્સ ની ડોમેસ્ટિક ફ્લાઇટમાં એક વેપારી  દારૂ પી રહ્યો હતો. અને આ અંગેની ફરિયાદ પોલીસ કંટ્રોલ રૂમને મળી હતી. ફ્લાઇટ વડોદરા હરણી એરપોર્ટ પર લેન્ડ થતાં જ આ વેપારીની અટકાયત કરવામાં આવી હતી. બ્રેથ એનલાઈઝરથી તપાસ કર્તા આ વેપારી નશા માં હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોવાથી વડોદરા આવતી ઇંડિગોની ડોમેસ્ટિક ફ્લાઇટમાં રહેલા ઇન્ડિગો સિનિયર એક્ઝિક્યુટિવ સિક્યુરીટીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી કે ચાલુ ફ્લાઇટમાં ચાર વ્યક્તિઓ દારૂ પી રહ્યા છે.  અને આ ફરિયાદના આધારે હરણી પોલીસ મોબાઈલ વાન સાથે એરપોર્ટ ઉપર પહોચી ગઈ હતી.

એરાઇવલ ગેટ પાસે પોલીસ પહોંચી ત્યારે ત્યાં હાજર ઇન્ડિગો સિનિયર એક્ઝિક્યુટિવ સિક્યુરીટીએ પોલીસને અંગે રૂબરૂ જણાવ્યુ હતું કે રાકેશ રામકરણ રાઠોડ વેપારી માનસંગ નરૂભા ગોહિલ, ખેડૂત ધ્રુવેશકુમાર વિરેન્દ્રભાઇ પટેલ, અને ટ્રાન્સપોર્ટર ગીરીરાજસિંહ ઘનશ્યામસિંહ વાઘેલાદારૂ પીધેલા છે. પોલીસે ચારેયની અટકાયત કરી હતી. અને નજીકના પોલીસ મથકે લઈ ગઈ હતી.

જો કે બ્રેથ એનલાઇઝર રિપોર્ટમાં આ ચાર માથી એક જ વ્યક્તિ દારૂ પીધેલો હોવાનું જણાયું હતું.  જેમાં રાકેશ રામકરણ રાઠોડ (રહે. ટાવર-એફ, 1007, સરદાર પટેલ હાઇટ્સ, સમતા ગ્રાઉન્ડ પાસે, ગોરવા), જે વેસ્ટ ઓઇલ ના વ્યાપાર સાથે સંકળાયેલા છે તે દારૂ પીધેલ જણાયા હતા.  પોલીસે રાકેશ રાઠોડ સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકીય / ભાજપમાં જોડાઈ જાવ, પચાસ કરોડ રૂપિયા આપીશું ; કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાનો ઘટસ્ફોટ