IPL 2021/ પેટ કમિન્સે મન બદલ્યુ, હવે નહી કરે ‘PM Cares Fund’ માં દાન

તાજેતરમાં, કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) નાં ઓસ્ટ્રેલિયાનાં ઝડપી બોલર પેટ કમિન્સે ‘પીએમ કેરેસ ફંડ’ માટે 50 હજાર ડોલર (રૂ. 37 લાખ) નાં દાનની જાહેરાત કરી હતી.

Top Stories Sports
123 55 પેટ કમિન્સે મન બદલ્યુ, હવે નહી કરે 'PM Cares Fund' માં દાન

દેશમાં કોરોનાની બીજી લહેરે લાશોનાં ઢગલા કરવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે આ મહામારીથી દેશને બહાર લાવવા અલગ-અલગ દેશો મદદ માટે આગળ આવી રહ્યા છે. તાજેતરમાં, કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) નાં ઓસ્ટ્રેલિયાનાં ઝડપી બોલર પેટ કમિન્સે ‘પીએમ કેરેસ ફંડ’ માટે 50 હજાર ડોલર (રૂ. 37 લાખ) નાં દાનની જાહેરાત કરી હતી. જો કે, હવે કમિન્સે ‘પીએમ કેરેસ ફંડ’ માં દાન આપવાનો વિચાર બદલી દીધો છે.

IPL 2021 / કોરોનાએ વધારી મુસિબત, KKR બાદ શું CSK નાં 3 સભ્યો આવ્યા કોરોના સંક્રમિત? જાણો

કમિન્સે જણાવ્યું હતું કે, તેણે યુનિસેફ ઓસ્ટ્રેલિયાની ભારત કોવિડ-19 સંકટ અપીલ માટે 50 હજાર ડોલરનું દાન આપ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) ની યુનિસેફ ઓસ્ટ્રેલિયાને આર્થિક સહાય આપ્યા બાદ બોલરે આ નિર્ણય લીધો હતો. પેટ કમિન્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, ‘ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અદભૂત કામ કર્યું છે, મેં મારું દાન યુનિસેફ ઓસ્ટ્રેલિયાની ભારત કોવિડ-19 સંકટ અપીલને ફાળવ્યું છે. જો તમે કરી શકો, તો કૃપા કરીને અન્ય લોકોની જેમ HTTPS: //india.unicef.org.au/t/Australian-ક્રિકેટ પર ટેકો આપો.’ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સોમવારે કોવિડ-19 ની બીજી લહેર સામે ભારતની લડતમાં 50,000 ઓસ્ટ્રેલિયન ડોલરની મદદ કરવાનું વચન આપ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે તેઓ તેમના ખેલાડીઓનાં સંગઠન અને યુનિસેફનાં સમર્થનથી વધુ ભંડોળ એકત્ર કરશે.

નિમણુંક / પીવી સિંધુ ‘ઓલિમ્પિક ઇન સ્પોર્ટ્સ’ અભિયાનના રાજદૂત બન્યા

કમિન્સએ ગત સપ્તાહે સોમવારે ટ્વિટર પર એક નિવેદન જારી કરીને દાન વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મને ઘણો પ્રેમ મળ્યો છે અને અહીંનાં લોકો પણ ખૂબ પ્રેમાળ અને સહાયક છે. હું જાણું છું કે તાજેતરનાં સમયમાં, કોવિડ-19 કેસથી ભરેલી હોસ્પિટલોમાં ઓક્સિજનની તીવ્ર અછત સહિત કોરોનાને કારણે ભારતમાં ઘણી સમસ્યાઓ ઉભી થઈ છે. આવી સ્થિતિમાં, એક ખેલાડી તરીકે, હું PM Cares Fund માં મદદ તરીકે 50 હજાર યુએસ ડોલર આપવા માંગુ છું.મહત્વની વાત એ છે કે, કોરોનાએ આઈપીએલ 2021 માં પણ પ્રવેશ કરી દીધો છે. ‘બાયો સિક્યુર બબલ’માં હોવા છતાં, બે કેકેઆર ખેલાડીઓ વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બંનેને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. વળી કેકેઆર ટીમનાં બાકીનાં સભ્યોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોલકત્તા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ ચક્રવર્તી અને સંદીપ વોરિયરને સંક્રમણ લાગ્યાં બાદ સ્થગિત કરી દેવામાં આવી છે.

sago str 2 પેટ કમિન્સે મન બદલ્યુ, હવે નહી કરે 'PM Cares Fund' માં દાન