ગુજરાત/ પાટણ: સરસ્વતીમાં બાઇક સ્લીપ થતા આધેડનું ઘટનાસ્થળે નિપજ્યું મોત

પાટણમાં બાઈક સ્લીપ થઈ જતા આધેડનું મોત થયું. સરસ્વતીમાં મોરપા નજીક આ ઘટના બનવા પામી. મોરપા નજીક આધેડનું બાઈક સ્લીપ થઈ ગયું અને બાદમાં તેમનું મોત નિપજ્યું.

Top Stories Gujarat Others Breaking News
Beginners guide to 2024 06 01T143256.088 પાટણ: સરસ્વતીમાં બાઇક સ્લીપ થતા આધેડનું ઘટનાસ્થળે નિપજ્યું મોત

પાટણમાં બાઈક સ્લીપ થઈ જતા આધેડનું મોત થયું. સરસ્વતીમાં મોરપા નજીક આ ઘટના બનવા પામી. મોરપા નજીક આધેડનું બાઈક સ્લીપ થઈ ગયું અને બાદમાં તેમનું મોત નિપજ્યું. અચરજની વાત કહેવાય કે ફક્ત બાઈક સ્લીપ થતા જ આધેડ મોતના મુખમાં પંહોચ્યો. ઘટનાની જાણ થતા પોલીસ પંહોચી ગઈ અને તમામ વિગતોની તપાસ કરી રહી છે.

મૃત્યુ પામાનર આધેડ વડલી ગામનો હોવાનું સામે આવ્યું છે. આધેડ વ્યક્તિ પોતાના અન્ય સગા સાથે જાનમાંથી બાઈક લઈ ઘરે પરત જતા હતા ત્યારે આ બનાવ બનવા પામ્યો. બાઈક પર આધેડની સાથે અન્ય વ્યક્તિ પણ સવારીમાં સાથે હતી. સાંજના સમયે બાઈક પર પરત ઘરે જવા નીકળેલ આધેડ અને અન્ય વ્યક્તિ દુર્ઘટનાનો શિકાર બન્યા. અચાનક બાઈક સ્લીપ થવાથી આધેડ અને તેમના સાથીદાર અન્ય વ્યક્તિ પડી ગયા. વડલી અને હનુમાનપુરા ગામના રાજુજી ચતુરજી ઠાકોર અને રમેશજી રણછોડજી ઠાકોર મોરપા ગામે જાનમાં આવ્યા હતા. જ્યાં બાઈક સ્લીપ ખાતા બન્ને જણા રસ્તા ઉપર ફંગોળાયા. બાઈક સ્લીપ થવાના અકસ્માતમાં રાજુજીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજયું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના