Not Set/ પાટણ/ કાળી ઈયળો ઉભો પાક ખાઇ જતા જગતાત પાયમાલ, હિજરત કરવી પડે તેવી હાલત

પાટણ જીલ્લાનાં રાધનપુર, સાતલપુર તાલુકાના 15થી વધારે ગામોમાં કમોસમી વરસાદના કારણે એરંડા અને અન્ય પાકોમાં કાળી ઈયળ નામની જીવાત એરંડાનાં પાકમાં આચાનક જ આવી જતા અને એરંડા સહિતનો અન્ય ઉભો પાક ખાઈ જતાં જગતાત પાયમાલ થઇ ગયા છે. આપને જણાવી દઇએ કે, પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાનાં ચોરાડ વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયેલું […]

Gujarat Others
black herbaceous પાટણ/ કાળી ઈયળો ઉભો પાક ખાઇ જતા જગતાત પાયમાલ, હિજરત કરવી પડે તેવી હાલત
પાટણ જીલ્લાનાં રાધનપુર, સાતલપુર તાલુકાના 15થી વધારે ગામોમાં કમોસમી વરસાદના કારણે એરંડા અને અન્ય પાકોમાં કાળી ઈયળ નામની જીવાત એરંડાનાં પાકમાં આચાનક જ આવી જતા અને એરંડા સહિતનો અન્ય ઉભો પાક ખાઈ જતાં જગતાત પાયમાલ થઇ ગયા છે.
આપને જણાવી દઇએ કે, પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાનાં ચોરાડ વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયેલું છે.  કોઈક જગ્યાએ ખેતરોમાં પાણી ભર્યા છે, તો અમુક જગ્યાએ એરંડા, કપાસ, ગવાર જેવા પાકોને કાળી ઈયળ ખાઈ જતા ખેડૂતો બરબાદ થયા છે. ખેડૂતોને આ વિસ્તારમાં એટલી હદે આર્થિક માર સહવાનો વારો આવી ગયો છે કે, ખેડૂતોનો મોટો સમુહ હિજરત કરવાનું વિચારી રહ્યો હોવાનું પણ જાણવામાં આવી રહ્યું છે.
નુકસાન સામે તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતોને સરકાર સહાય કરે તેવી ખેડૂતો વચ્ચેથી માંગ ઉઠવા પામી છે. અને જે ખેડૂતોએ વીમા લીધેલા છે તેમને તાત્કાલિક ધોરણે વીમા કંપની સર્વે કરે અને ખેડૂતોને વળતર આપે તેવી માંગ ઉઠી રહી છે. હાલ તો ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે. ખેડૂતો માટે આ સ્થિતિ આવી છે કે જાણે, આવેલો કોડિયો મોઢામાંથી છીનવાઈ ગયો હોય. ધરતી પુત્ર ખેડૂત પાયમાલ થઇ ચુક્યા છે ત્યારે તંત્ર પણ ઊંઘતું ઝડપાયું હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
ખેડૂતોના વારે તાત્કાલિક સરકાર આવે તેવી ખેડૂતો વચ્ચેથી માંગ ઉઠવા પામી છે, જો સરકાર સહાય નહી કરે તો સાતલપુર વિસ્તારના ખેડૂતોને હિજરત કરવી પડે તેવી હાલત બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.