Not Set/ પાટણ / પાલિકા ઉપ પ્રમુખ  લાલેશ ઠક્કર કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

 લાલેશ ઠક્કરને કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ  ખોટી રીતે સસ્પેન્ડ કર્યાનો લાલેશ ઠક્કરે કર્યા આક્ષેપ  રાજકારણમાં મચી ગઈ હલચલ પાટણમાં પાલિકા ઉપ પ્રમુખ અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરને કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોરે પોતાના જિલ્લા પ્રમુખના હોદ્દાનો દુરપયોગ કર્યો છે.  ખોટી રીતે સસ્પેન્ડ કર્યાનો લાલેશ […]

Gujarat Others
ramayan 2 પાટણ / પાલિકા ઉપ પ્રમુખ  લાલેશ ઠક્કર કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા
  •  લાલેશ ઠક્કરને કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ
  •  ખોટી રીતે સસ્પેન્ડ કર્યાનો લાલેશ ઠક્કરે કર્યા આક્ષેપ
  •  રાજકારણમાં મચી ગઈ હલચલ

પાટણમાં પાલિકા ઉપ પ્રમુખ અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરને કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોરે પોતાના જિલ્લા પ્રમુખના હોદ્દાનો દુરપયોગ કર્યો છે.  ખોટી રીતે સસ્પેન્ડ કર્યાનો લાલેશ ઠક્કરે આક્ષેપ કર્યો છે.

લાલેશ ઠક્કરે જીલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર સામે આક્ષેપ કર્યા હતા. અલ્પેશ ઠાકોર સાથે બાબુજીએ નાણાકીય સોદો કર્યો હોવાના આરોપ લાગાવ્યો હતો. બાબુજી ઠાકોરે કોંગ્રેસને જાણ કર્યા વગર જ લાલેશ ઠક્કરને સસ્પેન્ડ  કર્યા છે. આ ઘટનાથી પાટણના રાજકારણમાં હલચલ મચી ગઈ હતી.

બાબુજી ઠાકોરે આ બાબતે મનદુઃખ રાખી પ્રદેશ કોંગ્રેસને જાણ કર્યા વગર જ લાલેશ ઠક્કર ને સસ્પેન્ડ કરતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ મુદ્દે પાટણ જીલ્લા પ્રમુખ બાબુજી ઠાકોરે મીડિયા ના ફોન રિસીવ કરવાના ટાળ્યા હતા. તો બીજીબાજુ લાલેશ ઠક્કરનું કહેવું છે કે, કોંગ્રેસ પ્રદેશે મને ઉપ પ્રમુખ બનાવ્યો હતો.  બાબુજી પાસે સસ્પેન્ડ કરવાની કોઈ સત્તા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.