Patidar/ પાટીદારને શક્તિ પ્રદર્શનની જરૂર નથી, પાટીદાર પોતે જ એક શક્તિ છે, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું મોટું નિવેદન

@સોનલ અનડકટ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા મહેસાણામાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું ભવ્ય સ્વાગત…ઉંઝા ઉમિયાધામ ખાતે પાટીદારોની બેઠક   પાટીદાર પોતે જ એક શક્તિ છે આજનો દિવસ સમગ્ર પાટીદાર સમાજ માટે એક ઉત્તમ અવસર સમાન બની રહેશે.આજે ઉંઝા ઉમિયાધામ ખાતે પાટીદારોની ખાસ બેઠકનું આયોજન કરાયું છે ત્યારે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ મહેસાણા પહોંચ્યા હતા.નરેશ પટેલનું ભવ્ય સ્વાગત […]

Gujarat Others Trending
Khodaldham chief Naresh patel at Mahesana 1 પાટીદારને શક્તિ પ્રદર્શનની જરૂર નથી, પાટીદાર પોતે જ એક શક્તિ છે, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું મોટું નિવેદન

@સોનલ અનડકટ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા

મહેસાણામાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું ભવ્ય સ્વાગત…ઉંઝા ઉમિયાધામ ખાતે પાટીદારોની બેઠક

 

પાટીદાર પોતે જ એક શક્તિ છે
naresh patel said about Patidar પાટીદારને શક્તિ પ્રદર્શનની જરૂર નથી, પાટીદાર પોતે જ એક શક્તિ છે, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું મોટું નિવેદન
આજનો દિવસ સમગ્ર પાટીદાર સમાજ માટે એક ઉત્તમ અવસર સમાન બની રહેશે.આજે ઉંઝા ઉમિયાધામ ખાતે પાટીદારોની ખાસ બેઠકનું આયોજન કરાયું છે ત્યારે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ મહેસાણા પહોંચ્યા હતા.નરેશ પટેલનું ભવ્ય સ્વાગત કરાયું હતું.મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં નરેશ પટેલે જણાવ્યું કે પાટીદારને શક્તિ પ્રદર્શનની જરૂર નથી, પાટીદાર પોતે જ એક શક્તિ છે. હવે કડવા અને લેઉઆ એકસાથે કામ કરશે.પાટીદાર પોતે જ એક શક્તિ હોવાની નરેશ પટેલે મોટી જાહેરાત કરી હતી.
સરકાર પાસે પ્રભુત્વ માંગશે પાટીદારો પાટીદારને શક્તિ પ્રદર્શનની જરૂર નથી, પાટીદાર પોતે જ એક શક્તિ છે, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું મોટું નિવેદન

હાલની ચૂંટણી વિશે કશું કહેવું નથી.કોઇપણ જ્ઞાતિ સરકાર પાસે પોતાનું પ્રભુત્વ માંગતી હોય,પાટીદાર પણ સરકાર પાસે પોતાનું પ્રભુત્વ માંગશે.જયારે  જયારે ચૂંટણી આવશે ત્યારે તેમનો અધિકાર માંગશે.જે અધિકાર તેમને મળવો જોઇએ તે 100 ટકા સરકાર સમક્ષ મુકશે.

કડવા-લેઉઆ પાટીદારો એકસાથે કામ કરશે

naresh patel પાટીદારને શક્તિ પ્રદર્શનની જરૂર નથી, પાટીદાર પોતે જ એક શક્તિ છે, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું મોટું નિવેદન

કડવા અને લેઉઆ બંને પાટીદારો એક પ્લેટફોર્મ પર સાથે જોવા મળશે.આજે ઐતિહાસિક બેઠકનું આયોજન કરાયું છે.ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે પ્રથમવાર તમામ પ્રકારનાં સામાજિક મુદ્દા ચર્ચાશે.વધુમાં વધુ સમાજને લાભ થાય,વધુમાં વધુ સમાજ થકી યુવક-યુવતીઓને લાભ મળે તે અંગે પણ ચર્ચા બેઠકમાં કરાશે.સ્પર્ધાત્મક પરીક્ષા UPSC સહિત પરીક્ષા અંગે પણ ચર્ચા થશે.