Rajkot/ રૈયાણી સામે પાટીદારો રોષે ભરાયા, યુવાનોએ ધમકી ઉચ્ચારતા મેસેજ કર્યા વાઈરલ

રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના કથિત અવાજમાં તાજેતર માં નરેશ પટેલ તેમજ વિઠ્ઠલ રાદડિયા જેવા આગેવાનો વિશે બેફામ ઉચ્ચારણો સાથે ની ઓડિયો ક્લિપ બહાર આવી હતી. જેના કારણે પાટીદાર

Gujarat
1

રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના કથિત અવાજમાં તાજેતર માં નરેશ પટેલ તેમજ વિઠ્ઠલ રાદડિયા જેવા આગેવાનો વિશે બેફામ ઉચ્ચારણો સાથે ની ઓડિયો ક્લિપ બહાર આવી હતી. જેના કારણે પાટીદાર સમાજમાં રૈયાણી સામે રોષ વધ્યો છે. આ બાબતના મેસેજ પાટીદાર યુવાનોએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે. તેમજ આ મેસેજ અંતર્ગત આવનારી ધારાસભાની  તેમને ટિકિટ આપવાની કોઈ પણ હિંમત નહીં કરે અને જો કરશે તો અરવિંદ રૈયાણીને આ ગુમાવવાનો વારો આવશે એટલું યાદ રાખજો, સહિતની ધમકી ભરેલા મેસેજ વાયરલ થયા છે, જેનાથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને પાટીદાર સમાજમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

GST / બજેટ પહેલા સરકાર માટે ખુશ ખબર, જાન્યુઆરીમાં GST કલેક્શન 1.19 લાખ કરોડને પાર

આ પ્રકારના અસંખ્ય મેસેજ પાટીદાર યુવાનો દ્વારા અરવિંદ રૈયાણીને નિશાન બનાવીને તેમની છબી ખંડિત થાય તે પ્રકારના નિવેદનો સહિતના મેસેજ વાયરલ થયા છે.આ મેસેજમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આખો સમાજ ખોડલધામ પર ગર્વ લઈ રહ્યો છે ત્યારે તમને એવું તે શું તકલીફ છે કે સમાજને તોડવાની વાતો કરી રહ્યા છો.સમાજના આગેવાન સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ વિશે આવી હલકી માનસિકતા એ તેમને વારસામાં મળેલા સંસ્કારોનું પ્રતિનિધિત્વ કરે છે. એમ કહીને ચાબખા પણ વીંઝવામાં આવ્યા છે.

Budget 2021 / નાણામંત્રી નિર્મલા સીતારામન આ ક્ષેત્રો માટે કરી શકે છે મોટી જાહેરાતો, ઉદ્યોગોને આશા, રહેશે નજર

સમાજે તમને મત આપીને સમાજ નો ઉપયોગ કામો કરવા માટે વિજેતા બનાવ્યા છે તો એ કરો નહીં કે સમાજના આગેવાનો વિશે તમારી હલકી માનસિકતા પ્રગટ કરો છો.તમારી ક્લિપ સાંભળ્યા પછી ભારોભાર ગુસ્સાની સાથે તમારા પર દયા પણ આવે છે કે તમે 18 વર્ષના બાળક કરતાં પણ ઓછી બુદ્ધિ ધરાવો છો નહીં તો તમને આવો વિચાર પણ ન આવે. સમાજ માટે કામ કરતા હોય તેને કરવા દો.આ ઉપરાંત એવા પ્રશ્ન પણ કર્યા હતા કે ભાજપમાં સતાપર રહીને સમાજ માટે કેટલા લોકોને ફાયદો કરાવ્યો તે જણાવો.સારું કર્યું કે તમારા નિવેદનોમાં તમે તેઓને કોંગ્રેસી ગણાવ્યા છે બાકી અમુક બીજેપી વાળા તો પાકિસ્તાની બતાવી દે અને રાષ્ટ્રદ્રોહી પણ કહી શકે.શું કોંગ્રેસ હોય તે પાટીદાર ના હોય માત્ર ભાજપવાળા જ પાટીદાર કહેવાય આ પ્રકારના વેધક પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા છે.

Budget 2021 / LPG, ઘર, શિક્ષણ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતને લઈને નવી જાહેરાતની આશા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…