પંચમહાલ/ ગોધરા સિવિલ હોસ્પિટલની કોવિડ વોર્ડની લિફ્ટમાં દર્દીઓ ફસાયા

મોહસીન દાલ ,ગોધરા-મંતવ્ય ન્યુઝ ગોધરા સિવિલ હોસ્પિટલમાં ટેકનિકલી ખામી સર્જાતા લિફ્ટ બંધ થઈ ગઈ હતી તેમજ લિફ્ટની અંદર પાંચ જેટલા દર્દીઓ અને સગા સંબંધીઓ ફસાયા હતા.આ મામલે ગોધરા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચીને ભારે જહેમત બાદ દર્દીઓ અને સગા સંબંધીઓને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.ફાયર વિભાગે જે ઓપરેશન […]

Gujarat Others
Untitled 30 ગોધરા સિવિલ હોસ્પિટલની કોવિડ વોર્ડની લિફ્ટમાં દર્દીઓ ફસાયા

મોહસીન દાલ ,ગોધરા-મંતવ્ય ન્યુઝ

ગોધરા સિવિલ હોસ્પિટલમાં ટેકનિકલી ખામી સર્જાતા લિફ્ટ બંધ થઈ ગઈ હતી તેમજ લિફ્ટની અંદર પાંચ જેટલા દર્દીઓ અને સગા સંબંધીઓ ફસાયા હતા.આ મામલે ગોધરા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચીને ભારે જહેમત બાદ દર્દીઓ અને સગા સંબંધીઓને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.ફાયર વિભાગે જે ઓપરેશન હાથ ધર્યુ હતું તેમાં સફળતા મળી હતી. ગોધરા સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં ઘણા સમયથી ટેકનિકલી ખામી સર્જાતી હતી પરંતુ તેને સમયસર રિપેરીગ કરવામાં આવતી ન હોવાને કારણે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…