Navratri 2024/ નવરાત્રિમાં યુવતીઓ રાખે ખાસ ધ્યાન, પારદર્શક અને અભદ્ર કપડાં પહેરશો તો….

નવરાત્રિ તહેવારમાં પરંપરાગત પોશાક એવા ચણિયાચોળીને લઈને વહીવટીતંત્રે ખાસ ગાઈડલાઈન જારી કરી છે.

Trending Navratri Celebration Dharma & Bhakti

Navratri Celebration 2024: નવરાત્રિ તહેવારની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. યુવાનોના મનગમત તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. આ તહેવારમાં પરંપરાગત પોશાક એવા ચણિયાચોળી પહેરવા યુવતીઓ મહિનાઓ પહેલા તૈયારી કરતી હોય છે. પરંતુ યુવતીઓએ આ વખતની નવરાત્રિમાં પોશાકને લઈને વધુ સાવચેતી રાખવી પડશે. કારણ કે વહીવટીતંત્ર દ્વારા નવરાત્રિ તહેવાર દરમ્યાન ગરબાના સ્થળો પર પારદર્શક અને અભદ્ર પોશાકને લઈને ખાસ સૂચના આપવામાં આવી છે. આ જાહેરનામા મુજબ ગરબાના સ્થળો પર કોઈપણ નાગરિક ‘સી-થ્રુ’ અથવા ‘અભદ્ર’ પોશાક પહેરશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના જારી કરવામાં આવી છે.

રાજ્યભરમાં ગરબાના આયોજકો દ્વારા નવરાત્રિ તહેવારની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 3જી ઓક્ટોબરથી નવરાત્રિ તહેવારની ઉજવણી શરૂ થશે. આ તહેવારમાં ખૈલેયાઓ રાત ભર દાંડિયા રાસ, પોપટિયું અને ગરબાની રમઝટ બોલાવે છે. જો કે કેટલીક વખત ગરબાના સ્થળો પર યુવતીઓ અભદ્ર પોશાક પહેરતા તેમને શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડે છે તો કયારેક આવા પહેરવેશના કારણે અસમાજિક તત્વો દ્વારા હેરાનગતિનો ભોગ પણ બને છે. આ બાબતને ધ્યાનમાં રાખતા મહિલાઓની સુરક્ષા ના જોખમાય માટે ખૈલેયાઓ માટે ડ્રેસ કોડને લઈને નિયમો બનાવાયા છે.

Garba to be recognized as World Cultural Heritage, selected as Intangible  Cultural Heritage of 2023

તહેવારની ઉલ્લાસભેર રાજ્યભરમાં ઉજવણી થાય માટે વહીવટીતંત્ર પણ સુરક્ષાને લઈને સતર્ક છે. ગરબાના સ્થળ પર કોઈ દુર્ઘટના અથવા અનિચ્છનીય બનાવ ટાળવા ખૈલેયાના ડ્રેસ કોડથી લઈને ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જારી કરી છે.

Famous Garba Venues in Vadodara that is a MUST visit during Navratri
ગરબા આયોજકોએ પાર્કિંગ એરિયા અને ગરબા સ્થળ વચ્ચે સલામત અંતર જાળવવા, પાર્કિંગથી એન્ટ્રી ગેટ સુધી યોગ્ય બેરિકેડિંગ રાખવા, ખેલૈયાઓ અને દર્શકો વચ્ચે મજબૂત બેરિકેડિંગનો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યા છે. આ સાથે ગરબા આયોજકોને સ્થાનિક પોલીસને અગાઉથી તેમના સ્વયંસેવકો, ઇલેક્ટ્રિશિયન, સુરક્ષા કર્મચારીઓ અને સ્ટોલ સ્ટાફની ફોટો આઇડી કાર્ડ સાથે પૂર્ણ વિગતો પાડવા જણાવાયું છે.

પોષ પૂર્ણિમા એટલે માતા 'અંબાજી'નો પ્રાગટ્ય દિવસ

નોંધનીય છે કે  શારદીય નવરાત્રી 2024 શારદીય નવરાત્રી દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે માતા રાણી નવરાત્રિ દરમિયાન 9 દિવસ માટે પૃથ્વી પર આવે છે. નવરાત્રિના પવિત્ર સમયગાળા દરમિયાન માતાના 9 સ્વરૂપોની પૂજા કરવાથી મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળે છે. સાથે જ ધન, ઐશ્વર્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ આ સંકેતો જણાવશે કે તમે સ્વસ્થ છો કે નહીં ? જાણો તમે કેટલા Healthy છો

આ પણ વાંચોઃ શું તમે ઓફિસમાં રહેવા માંગો છો Healthy અને Happy? કરી શકો છો આ કામ

આ પણ વાંચોઃ કોરોના કાળમાં ખૂબજ ઉપયોગી આ Health Gadgets, કિંમત પણ વાજબી હોય ઘરે વસાવવા જરૂરી