Not Set/ પેટીએમ બેન્કઃ RBI એ પેટીએમને બેન્ક બનાવવાની આપી મંજૂરી,જાણો પહેલી શાખા ક્યાં ખુલશે

નવી દિલ્હીઃ નોટબંધી બાદ પેટીએમના ગ્રાહકોમાં નોધપાત્ર વધારો નોંધાયો હતો. જેથી પેટીએમ પોતાનો વિસ્તાર કરીને હવે બેન્ક બનાવવા જઇ રહી છે. ભારતીય રિઝર્વ બેન્ક RBI  ની મંજૂરી બાદ પેટીએમ પેમેન્ટ બેન્ક ખોલવાનો રસ્તો સરળ બની ગયો છે. દેશની પહેલી બ્રાંચ ફેબ્રુઆરીમાં નોયડામાં ખોલવામાં આવશે. પેટીએમ સંસ્થાપક અને સીઇઓ વિજય શેખર શર્માએ સ્પષ્ટતા કરી હતી કે, […]

Business
1 9ba4a7VvvIOKhoMYUQstrg પેટીએમ બેન્કઃ RBI એ પેટીએમને બેન્ક બનાવવાની આપી મંજૂરી,જાણો પહેલી શાખા ક્યાં ખુલશે

નવી દિલ્હીઃ નોટબંધી બાદ પેટીએમના ગ્રાહકોમાં નોધપાત્ર વધારો નોંધાયો હતો. જેથી પેટીએમ પોતાનો વિસ્તાર કરીને હવે બેન્ક બનાવવા જઇ રહી છે. ભારતીય રિઝર્વ બેન્ક RBI  ની મંજૂરી બાદ પેટીએમ પેમેન્ટ બેન્ક ખોલવાનો રસ્તો સરળ બની ગયો છે. દેશની પહેલી બ્રાંચ ફેબ્રુઆરીમાં નોયડામાં ખોલવામાં આવશે. પેટીએમ સંસ્થાપક અને સીઇઓ વિજય શેખર શર્માએ સ્પષ્ટતા કરી હતી કે, પેટીએમ બેન્ક ભારતીય બેન્ક તરીકે કામ કરશે.

પેટીએમના સંસ્થાપક વિજય શેખર શર્માએ ટ્ટવીટ કરીને આ વાતની જાણકારી આપી છે કે, પેટીએમને બેન્ક બનાવવા માટેની મંજૂરી મળી ગઇ છે. પેટીએમ પેમેન્ટ બેન્ક વિજય શેખર શર્માનો 51 ટકા ભાગ હશે. પેટીએમે કહ્યું હતું કે, કંપનીનો હેતું  ભારતીયોને બેન્કની સુવિધા આપવાની છે.ટેક્નોલોજી અને ઇનોવેશનના દમ પર બેન્કિંગની દુનિયામાં પોતાનો પ્રવેશ કરવા માંગે છે.