Not Set/ અમદાવાદ ગ્રામ્યમાં લોકો રસીકરણ અંગે વધુ સજાગ

દસક્રોઈ, ધંધુકા અને ધોળકામાં લક્ષ્યાંક કરતા
બમણી સંખ્યામાં લોકોએ રસી લીધી

Ahmedabad Gujarat
opoyi hrXsYHD9K અમદાવાદ ગ્રામ્યમાં લોકો રસીકરણ અંગે વધુ સજાગ

માનસી પટેલ, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ

અમદાવાદ જિલ્લામાં કોવીડ સામે રક્ષણ આપતી રસીકરણ ઝુંબેશના ઉત્તમ પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં ૪૫ થી ૫૯ વર્ષની વય ધરાવતા અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા ૭,૦૨૨ લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે ૧૨, ૩૬૦ લોકોને રસી આપવામાં આવી છે. આમ, આ કેટેગરીમાં ૧૭૬ ટકા લક્ષ્યાંક સિદ્ધ થયો છે.
આ રસીકરણ સંદર્ભે વાત કરતા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી શૈલેષકુમાર પરમાર કહે છે કે, રાજ્ય સરકારની રસીકરણ ઝુંબેશથી લોકોમાં રસી અંગે જાગૃતિ આવી છે. ખાસ કરીને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોએ રસી લઈ સુરક્ષા કવચ પ્રાપ્ત કર્યું છે. શ્રી પરમાર ઉમેરે છે,આ રસીકરણ ઝુંબેશમાં આશાવર્કર બહેનોએ ઘરે-ઘરે જઈ લોકોને સમજાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
જો અમદાવાદ જિલ્લામાં તાલુકાવાર જોઈએ તો બાવળા તાલુકામાં ૮૧૪ ના લક્ષ્યાંક સામે ૧,૦૨૧ લોકોએ, દસક્રોઈમાં ૧૧૬૦ લોકો સામે ૨,૫૫૬ લોકોએ, ધંધુકામાં ૪૩૪ લોકો સામે ૧,૨૩૯ લોકોએ,ધોળકામાં ૭૦૩ લોકોના લક્ષ્યાંક સામે ૧૮૫૬ લોકોએ, દેત્રોજમાં ૬૧૯ના લક્ષ્યાંક સામે ૯૪૩ લોકોએ રસી લીધી છે.
તો માંડલમાં ૫૦૧ના લક્ષ્યાંક સામે ૮૧૨ લોકોએ, સાણંદમાં ૧,૪૨૦ના લક્ષ્યાંક સામે ૨૪૦૬ લોકોએ, ધોલેરામાં ૫૪૯ના લક્ષ્યાંક સામે ૩૦૯ લોકોએ અને વિરમગામમાં ૮૨૨ના લક્ષ્યાંક સામે ૧,૨૧૮ લોકોએ રસી લીધી છે.
આમ, અમદાવાદ ગ્રામ્યના નવ તાલુકાઓમાં કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોમાં રસીકરણ અંગે ભારે જાગૃતિ જોવા મળી રહી છે.