Pakistan/ બલૂચિસ્તાન, સિંધ અને PoKમાં લોકો રસ્તા પર, કરી રહ્યાં છે ભારતમાં જોડાવવાની માંગ

મોંઘવારી અને ભૂખમરા સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના વિસ્તારોમાં લોકો રસ્તા પર આવી ગયા છે. પાકિસ્તાન સરકાર વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. પીઓકેના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં લોકો ભારતમાં જોડાવાની માંગ કરી રહ્યા…

Top Stories World
Sign of disintegration Pakistan?

Sign of disintegration Pakistan?: મોંઘવારી અને ભૂખમરા સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના વિસ્તારોમાં લોકો રસ્તા પર આવી ગયા છે. પાકિસ્તાન સરકાર વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. પીઓકેના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં લોકો ભારતમાં જોડાવાની માંગ કરી રહ્યા છે. સિંધમાં તાજેતરમાં જ લોકોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે પાકિસ્તાન સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બલૂચિસ્તાનમાં પણ આવા જ પ્રદર્શનો થઈ રહ્યા છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અહીં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ છેલ્લા 12 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોએ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે અને ગિલગિટ બાલ્ટિસ્તાનને ભારતના લદ્દાખ સાથે જોડવાની માંગ કરી છે. આના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. એક વીડિયોમાં માંગ કરવામાં આવી છે કે કારગિલ રોડને ફરીથી ખોલવામાં આવે અને બાલ્ટિસ્તાનને ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના કારગિલ જિલ્લામાં ફરીથી જોડવામાં આવે. સમગ્ર PoKમાં આવા કેટલાય વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. અહીંના લોકોનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર ભેદભાવ કરે છે. અહીંના લોકોને રાશન આપવામાં આવતું નથી. સરકાર ગેરકાયદેસર રીતે જમીનો પર કબજો કરી રહી છે અને કુદરતી સંસાધનોનું વધુ પડતું શોષણ કરી રહી છે. PoKમાં રહેતા બાળકો માટે શાળા-કોલેજ નથી. ત્યાં કોઈ હોસ્પિટલ નથી અને જ્યાં છે ત્યાં યોગ્ય સારવાર ઉપલબ્ધ નથી.

પીઓકેની જેમ સિંધમાં પણ દરરોજ લોકો રસ્તા પર આવી રહ્યા છે. હાલમાં જ અહીંના લોકોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. પીએમ મોદીના ફોટોની સાથે લોકોએ લખ્યું હતું કે નરેન્દ્ર મોદી જી, સિંધ પાકિસ્તાનથી મુક્ત થવા માંગે છે. કૃપા કરીને સિંધના લોકોને મદદ કરો. સિંધને ભારતમાં ભેળવવા માટે આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનના વડા શફી બર્ફતનું કહેવું છે કે પાકિસ્તાનની સરકાર સિંધના લોકો સાથે ભેદભાવ કરે છે. એટલા માટે અહીંના લોકો પાકિસ્તાનથી મુક્ત થવા માંગે છે. લોકો ભારતમાં જોડાવા માંગે છે. તાજેતરમાં સિંધના લોકોએ એક મોટી રેલી કાઢી હતી. સામેલ લોકોએ કહ્યું કે ‘સિંધ’ સિંધુ ખીણની સંસ્કૃતિ અને વૈદિક ધર્મનું ઘર છે. તે ગેરકાયદેસર રીતે બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા કબજો કરવામાં આવ્યો હતો.

બલૂચિસ્તાનમાં પણ લોકોએ પાકિસ્તાની સેના અને સરકારના દમન સામે મોરચો ખોલ્યો છે. બલૂચિસ્તાનના લોકોએ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ રસ્તાઓ પર ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે. જ્યારે સેના બલૂચિસ્તાનના લોકોને પરેશાન કરે છે ત્યારે લોકો એક થઈને તેમની સામે લડે છે. હાલમાં જ બલૂચિસ્તાનમાંથી આવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં લોકોનો ગુસ્સો જોઈ શકાય છે. બલોચી લોકો પાકિસ્તાની સેનાથી કંટાળી ગયા અને તેમના પર પથ્થરમારો શરૂ કરી દીધો. વિરોધની આ આગ હવે વધુ તીવ્ર બની રહી છે.

આ પણ વાંચો: Corona Virus/ચીનમાં 34 દિવસમાં કોરોનાથી 60 હજાર લોકોના મોત