Bhavnagar News: ભાવનગર (Bhavnagar)માં મધરાત્રીએ ગેસની દુર્ગંધ (Smell of gas) લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા. સરદારનગર, ભરતનગરમાં ગેસની દુર્ગંધથી લોકોમાં ભય ફેલાયો હતો. કોઈ ગેસ લીકેજ (Gas Leakage) ન મળતાં સ્થાનિકોએ રાહત અનુભવી હતી.
ભાવનગરમાં સરદારનગર, સિંધુનગર, વિદ્યાનગર, ભરતનગર સહિતના વિસ્તારોમાં અડધી રાત્રે ગેસની ભારે દુર્ગંધથી લોકોમાં ભય ફેલાયો હતો. રાત્રે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી ગેસની તીવ્ર વાસ ફેલાઈ હતી. લોકોએ ફાયર વિભાગે ત્રણ કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ક્યાંય પણ ગેસ લીકેજ (Gas Leakage) ન મળતા ગુજરાત ગેસને જાણ કરાઈ હતી. જો ગેસ લીકેજ થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
ગેસ લીકેજ (Gas Leakage) કે ગેસની દુર્ગંધને હળવાશથી લેવા જેવી બાબત નથી. જો ગેસ લીકેજ (Gas Leakage) હોય તો બધાને ઘરની બહાર કાઢો. તેની જાણ કરવા માટે ફાયરબ્રિગેડને ઇમરજન્સી નંબર પર કૉલ કરો. પરંતુ તે ઘરની બહારથી કરો, તમારા ઘરની બહારથી કે શેરીની પેલે પારથી અથવા તમારા પડોશીઓના ઘરથી દૂર રહી સાવચેત રહેવાના પ્રયત્ન કરો. તમારા કે બીજાના જીવને જોખમમાં ન નાખો.
આ પણ વાંચો:કોટા ખાતર ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીકેજ, 15 શાળાના બાળકો બેભાન થઈ ગયા, 7 ની હાલત ગંભીર
આ પણ વાંચો:સાબરકાંઠામાં હિંમતનગરમાં ગેસ લીકેજ ઘટનામાં યુવકનું મોત
આ પણ વાંચો:વડોદરામાં ગેસ સપ્લાય કરતી ગાડીમાં ગેસ લીકેજની ઘટના, રસ્તો કરાયો બંધ
