સોશિયલ મીડિયા/ ઈરફાન પઠાણે પત્ની સાથેનો ફોટો શેર કરતા જ લોકોએ ટ્રોલ કર્યું , વાંચો શું થયું

ઈરફાન પઠાણ ટીમ ઈન્ડિયાથી બહાર છે પરંતુ સોશિયલ મીડિયામાં તે ખુબ એક્ટિવ રહે છે. હાલમાં જ ઈરફાને તેની પત્ની સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં પત્ની સફાનો ફેસ દેખાઈ રહ્યો નથી. આજ મુદ્દે ઈરફાન સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાને આવી ગયો. તમે પહેલા પણ જોયું જ હશે કે જ્યારે પણ ઈરફાન પઠાણ […]

India
Irfan Pathan ઈરફાન પઠાણે પત્ની સાથેનો ફોટો શેર કરતા જ લોકોએ ટ્રોલ કર્યું , વાંચો શું થયું

ઈરફાન પઠાણ ટીમ ઈન્ડિયાથી બહાર છે પરંતુ સોશિયલ મીડિયામાં તે ખુબ એક્ટિવ રહે છે. હાલમાં જ ઈરફાને તેની પત્ની સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં પત્ની સફાનો ફેસ દેખાઈ રહ્યો નથી. આજ મુદ્દે ઈરફાન સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાને આવી ગયો. તમે પહેલા પણ જોયું જ હશે કે જ્યારે પણ ઈરફાન પઠાણ તેની પત્ની સફા સાથે તસવીર શેર કરે છે ત્યારે તેનો ચહેરો હંમેશા હિજાબથી ઢંકાયેલો જ હોય છે.

irfan pathan ઈરફાન પઠાણે પત્ની સાથેનો ફોટો શેર કરતા જ લોકોએ ટ્રોલ કર્યું , વાંચો શું થયું

આ વખતે ઈરફાને તેની પત્ની અને પુત્ર સાથેનો ફોટો શેર કર્યો છે. જેમાં તેની પત્ની પિંક ડ્રેસમાં દેખાઈ રહી છે જ્યારે ઈરફાને પુત્રને ખભા પર બેસાડ્યો છે. ફોટો શેર કરતા ઈરફાને લખ્યું કે ટુગેધર ઈઝ અવર ફેવરિટ પ્લાસ ટુ બી #Love #Family. આ ફોટોમાં પત્નીનો ચહેરો ન દેખાય તે માટે ઈરફાને એવી રીતે ફોટોને બ્લર કરીને પોસ્ટ કર્યો છે. આ મુદ્દે હવે યૂઝર્સ ઈરફાનની પોસ્ટ પર અલગ અલગ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે.

એક યૂઝર્સે લખ્યું કે, ‘ભાભીને પડદામાં રાખો ઘરની બહાર ન કાઢો’. અન્ય એક યૂઝર્સે લખ્યું કે ‘ભાઈ આના કરતા તો આખો ફેસ બ્લર કરી દેવો હતોને.’ આ ઉપરાંત ઘણા ફેન્સ તેમના આ ફોટોને પણ પસંદ કરી રહ્યા છે.