Viral Video/ ચાલતા-ચાલતા અચાનક હવામાં ઉડવા લાગી કાર, જોઈને આશ્ચર્યચકિત થયા લોકો

આ વીડિયોમાં રસ્તા પર ચાલતી એક કાર અચાનક હવામાં ઉડવા લાગી હતી. જેણે પણ આ નજારો જોયો તે આશ્ચર્યચકિત થઈ ગયો. હવે યુઝર્સ આ વીડિયો પર મજા માણી રહ્યા છે અને ઘણા પ્રકારના સવાલો પૂછી રહ્યા છે.

Videos
કાર ઉડવા લાગી

સોશિયલ મીડિયા પર ઘણી વખત આવી વસ્તુઓ જોવા મળે છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. લોકો માનતા નથી કે ખરેખર આવું બની શકે? એટલા માટે આ વાયરલ વીડિયોએ લોકોની બેચેની વધારી દીધી છે. કારણ કે, આ વીડિયોમાં રસ્તા પર ચાલતી એક કાર અચાનક હવામાં ઉડવા લાગી હતી. જેણે પણ આ નજારો જોયો તે આશ્ચર્યચકિત થઈ ગયો. હવે યુઝર્સ આ વીડિયો પર મજા માણી રહ્યા છે અને ઘણા પ્રકારના સવાલો પૂછી રહ્યા છે.

આજ સુધી તમે ફ્લાઈંગ કાર ફિલ્મોમાં કે ગેમમાં જોઈ હશે? પરંતુ, જરા વિચારો, તમે રસ્તા પર ચાલી રહ્યા છો અને અચાનક કાર હવામાં ઉડવા લાગે છે, તે કેવો નજારો હશે? પહેલા તો તમને વિશ્વાસ નહિ થાય અને જો તમે ખરેખર જોશો તો પણ તમારા મનમાં ઘણા પ્રશ્નો ઉભા થશે. આ વાયરલ વીડિયોમાં તમને કંઈક આવું જ જોવા મળશે. વીડિયોમાં તમે એક વ્યક્તિ શાનદાર સુપરકારમાં બેઠેલા જોઈ શકો છો. તે જ સમયે, તેની બાજુમાં બીજી કાર આવી રહી છે. કારમાં બેઠેલો વ્યક્તિ કંઈક બોલે છે અને પોતાની કારની સ્પીડ વધારીને આગળ વધે છે. થોડે દૂર ગયા પછી કારની પાંખો બહાર આવે છે. તે પછી કાર હવામાં ઉડવા લાગે છે. જેને જોઈને લોકો દંગ રહી જાય છે.

https://www.instagram.com/reel/CZ-IPllFW_0/?utm_source=ig_web_copy_link

લોકો જોઈને રહી ગયા દંગ

વીડિયો જોઈને એવું લાગે છે કે જાણે કોઈ ફિલ્મનો સીન છે. પ્રખ્યાત સંગીત કલાકાર સાયરસ ડોબ્રે આ કાર ચલાવી રહ્યા છે. આ વીડિયો તેણે ખુદ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. હવે આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. કોઈ કહે કે આવું કઈ રીતે થઈ શકે? કેટલાક  કહે છે કે આ કેટલાક ગ્રાફિક્સનો ચમત્કાર છે. એકે કહ્યું કે આ એક અદ્ભુત નજારો છે. હાલ મામલો ગમે તે હોય પરંતુ આ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : આકાશમાં ઉડતા હજારો પક્ષીઓ અચાનક જમીન પર પડ્યા, વીડિયો જોઈ લોકો રહસ્ય ઉકેલવામાં લાગ્યા

આ પણ વાંચો :રોડ પર એક જ વ્યક્તિએ એકસાથે બે બાઇક ચલાવી, વીડિયો જોઈને લોકોએ કહ્યું- આને ઓસ્કાર આપો…

આ પણ વાંચો :સામે સિંહોનું ટોળું પાછળ મગર, ભેંસ પર બે બાજુથી થયો હુમલો, જુઓ વીડિયોમાં શું થયું પછી?

આ પણ વાંચો :વેલેન્ટાઈન ડે પર તમે આ વીડિયો નહિ જોયો હોય તો શું જોયું? જોઈને થઈ જશો ખુશખુશાલ

આ પણ વાંચો :બે ગજરાજ વચ્ચે થઈ જોરદાર લડાઈ, જુઓ ફની એક્શન સીનમાં કોણ બન્યું વિજેતા?