Not Set/ ફટાકડા વેચવાની પરમીશન માત્ર 225 દુકાનને, 15000 થી વધુ દુકાનોમાં બેરોકટોક ફટાકડાનું ધૂમ વેચાણ

અમદાવાદ શહેરમાં પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા માત્ર ૨૨૫  જેટલા દુકાનદારોને ફટાકડાના વેચવા માટે પરમીશન આપવામાં આવી છે. તેમ છતાં રહેણાંક અને જાહેર સ્થળોએ હજારો દુકાનો અને લારીઓમાં બેરોકટોક ફટાકડાનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. પોલીસ કમિશનર કચેરીની લાઇસન્સ શાખા દ્વારા ૧૯૦ દુકાનદારોને કાયમી ધોરણે ફટાકડા વેચવા માટે મંજૂરી આપવામાં આવેલી છે. જ્યારે અન્ય ૩૫ […]

Ahmedabad Gujarat
ફટાકડા ફટાકડા વેચવાની પરમીશન માત્ર 225 દુકાનને, 15000 થી વધુ દુકાનોમાં બેરોકટોક ફટાકડાનું ધૂમ વેચાણ

અમદાવાદ શહેરમાં પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા માત્ર ૨૨૫  જેટલા દુકાનદારોને ફટાકડાના વેચવા માટે પરમીશન આપવામાં આવી છે. તેમ છતાં રહેણાંક અને જાહેર સ્થળોએ હજારો દુકાનો અને લારીઓમાં બેરોકટોક ફટાકડાનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. પોલીસ કમિશનર કચેરીની લાઇસન્સ શાખા દ્વારા ૧૯૦ દુકાનદારોને કાયમી ધોરણે ફટાકડા વેચવા માટે મંજૂરી આપવામાં આવેલી છે.

જ્યારે અન્ય ૩૫ લોકોને સીઝનલ ફટાકડાના વેચાણની પરમીશન મળી કુલ ૨૨૫ લોકોને ફટાકડા વેચવા માટેની મંજૂરી આપવામાં આવી છે, તેમ છતાં પોલીસ અને ફાયર બ્રિગેડની રહેમ નજર હેઠળ અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં અંદાજીત ૧૫૦૦૦થી દુકાનો અને લારીઓમાં ફટાકડાનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. જેમાં ખાસ કરીને રાયપુર, કાલુપુર, સાબરમતી જેવા રહેણાંક વિસ્તારોમાં અગાઉ આગના બનાવો બની ચૂક્યા છે. છતા પણ આવા વિસ્તારોમાં ગેરકાયદે ફટાકડાનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.