Gujarat News/ તહેવારોમાં ખિસ્સા ખાલી પડ્યા તો લોનનો સહારો! ગુજરાતમાં પર્સનલ લોન વિતરણ 57% વધ્યું

પેસાબજારના અહેવાલ મુજબ 2026ની તહેવારોની મોસમમાં દેશમાં પર્સનલ લોન વિતરણ 32% અને ગુજરાતમાં (Personal Loan Gujarat) 57% વધ્યું. 46થી 55 વર્ષની વયજૂથમાં 70%નો ઉછાળો.

Gujarat Top Stories Breaking News
Personal Loan Gujarat: વિતરણમાં 57%નો વધારો, જાણો આંકડા

Gujarat News: તહેવારોની ખરીદી અને અન્ય ખર્ચાઓને પહોંચી વળવા લોકો પર્સનલ લોનનો સહારો લઈ રહ્યા છે. વર્ષ 2025ની સરખામણીએ 2026ની તહેવારોની મોસમ દરમિયાન દેશમાં ઇન્સ્ટન્ટ પર્સનલ લોનના વિતરણમાં 32%નો વધારો નોંધાયો છે. જ્યારે ગુજરાતમાં (Personal Loan Gujarat) આ વધારો 57% રહ્યો છે. ખાસ વાત એ છે કે હવે યુવાનોની સાથે મોટી ઉંમરના લોકોમાં પણ લોન લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. પેસાબજારના (Paisabazaar Report) અહેવાલમાં આ આંકડા સામે આવ્યા છે.

Personal Loan Gujarat: પર્સનલ લોનમાં મહારાષ્ટ્ર પ્રથમ, ગુજરાત બીજા ક્રમે

વર્ષ 2026 દરમિયાન સૌથી વધુ પર્સનલ લોન મેળવનારા (Festive Season Loan) રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે રહ્યું છે. ગુજરાત બીજા અને ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે.

આ ત્રણ મુખ્ય રાજ્યોમાં લોન વિતરણમાં વાર્ષિક ધોરણે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં 31%, ગુજરાતમાં 57% અને ઉત્તર પ્રદેશમાં 40%નો વધારો નોંધાયો છે. આ ત્રણેય રાજ્યોનો હિસ્સો પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવેલી કુલ લોનના એક તૃતીયાંશ કરતાં વધુ રહ્યો છે.

46થી 55 વર્ષના લોકોમાં લોનની માંગ 70% વધી

અહેવાલમાં સૌથી નોંધપાત્ર બાબત મોટી ઉંમરના લોકોમાં પર્સનલ લોનની વધતી માંગ છે. 46થી 55 વર્ષની વયજૂથમાં લોન વિતરણમાં વાર્ષિક ધોરણે 70%નો વધારો નોંધાયો છે. વર્ષ 2025માં કુલ લોન વિતરણમાં આ વયજૂથનો હિસ્સો 13% હતો, જે 2026માં વધીને 19% થયો છે.

36થી 45 વર્ષની વયજૂથ સૌથી આગળ

કુલ પર્સનલ લોન વિતરણમાં 36થી 45 વર્ષની વયજૂથના લોકોનો હિસ્સો સૌથી વધુ 40% રહ્યો છે. જ્યારે 25થી 35 વર્ષની વયજૂથનો હિસ્સો 36% નોંધાયો છે. આ યુવા વયજૂથમાં પણ વર્ષ 2025ની સરખામણીએ 2026માં લોન વિતરણમાં 20%નો વધારો થયો છે.

ઓનલાઇન પ્રક્રિયા દ્વારા રૂ.7 લાખ સુધીની લોન માટે અરજી

પ્લેટફોર્મ મારફતે લાયક ગ્રાહકો રૂ.7 લાખ સુધીની પર્સનલ લોન માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આ પ્રક્રિયામાં ગ્રાહકોએ પોતાની વ્યક્તિગત અને આવક સંબંધિત વિગતો આપવાની હોય છે. ત્યારબાદ ઉપલબ્ધ લોન વિકલ્પોમાંથી પસંદગી કરીને અરજી કરવાની અને વીડિયો KYCની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહે છે.

બેંક અથવા ધિરાણ આપતી સંસ્થા દ્વારા મંજૂરી મળ્યા બાદ કેટલાક ગ્રાહકોના ખાતામાં બે કલાકની અંદર લોનની રકમ જમા થઈ શકે છે.

800થી વધુ શહેરો અને વિસ્તારોના આંકડાનો અભ્યાસ

આ અહેવાલ તૈયાર કરવા માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2025ના આંકડાની સરખામણી વર્ષ 2026ના સમાન મહિનાઓ સાથે કરવામાં આવી છે. આ અભ્યાસમાં દેશનાં 800થી વધુ શહેરો અને વિસ્તારોના આંકડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહેવાલના આંકડા દર્શાવે છે કે તહેવારોની મોસમ દરમિયાન પર્સનલ લોનની માંગમાં વધારો થયો છે અને ગુજરાતમાં આ વૃદ્ધિ દેશના સરેરાશ કરતાં વધુ રહી છે.


આ પણ વાંચો:  ચાણક્ય નીતિ: પૈસા ટકતા નથી? આચાર્ય ચાણક્યના આ નિયમોથી તમારી જીંદગી બદલાઇ જશે…!

આ પણ વાંચો: બચત ખાતા પર FD જેટલું વ્યાજ કેવી રીતે મેળવશો? જાણો ઓટો સ્વીપ સેવા વિશે સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો: GST 2.0 થી પરિવારો અને એમએસએમઈ ને રાહત, લોકો પાસે પૈસા બચશે: FICCI