Not Set/ સતત 15માં દિવસે પણ પેટ્રોલના ભાવ વધ્યાં,અમદાવાદમાં 80.90 રૂપિયા પ્રતિ લીટર ભાવ પહોંચ્યો

અમદાવાદ, ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલના ભાવ અને સપ્લાઇની સીધી અસરના કારણે ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે.જેને લઈને વિપક્ષો ભાજપ સરકાર પર નિશાનો સાધી રહ્યાં છે.જોવાની વાત એ છે કે વિપક્ષોના આકરા પ્રહારો,ભારત બંધનું એલાન અને પ્રજાના રોષ વચ્ચે પણ આજે સતત 15માં દિવસે પણ પેટ્રોલ –ડીઝલના ભાવો વધ્યાં છે. શુક્રવારે ફરી […]

Top Stories
petrol price 1 સતત 15માં દિવસે પણ પેટ્રોલના ભાવ વધ્યાં,અમદાવાદમાં 80.90 રૂપિયા પ્રતિ લીટર ભાવ પહોંચ્યો

અમદાવાદ,

ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલના ભાવ અને સપ્લાઇની સીધી અસરના કારણે ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે.જેને લઈને વિપક્ષો ભાજપ સરકાર પર નિશાનો સાધી રહ્યાં છે.જોવાની વાત એ છે કે વિપક્ષોના આકરા પ્રહારો,ભારત બંધનું એલાન અને પ્રજાના રોષ વચ્ચે પણ આજે સતત 15માં દિવસે પણ પેટ્રોલ –ડીઝલના ભાવો વધ્યાં છે.

શુક્રવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 28 પૈસા વધીને નવા ભાવ 81.28 રૂપિયા થયા છે જ્યારે ડીઝલના ભાવ 22 પૈસા વધીને 73.30 રૂપિયા જેટલા થયા છે.ગુ

જરાતની વાત કરવામાં આવે તો રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતાના મોટા શહેરોમાં પણ આ ભાવ વધારો સામાન્ય જનતાની કમર તોડી રહ્યો છે.

અમદાવાદમાં આજનો પેટ્રોલ ભાવ 68 પૈસાના વધારા સાથે 80.90 રૂપિયા પર પહોંચી ગયો છે.જે ઓલ ટાઇમ હાઇ છે.જ્યારે ડીઝલનો ભાવ 67 પૈસાના વધારા સાથે 78.98 રૂપિયા થઈ ગયો છે. તે જ રીતે સુરતમાં પેટ્રોલનો ભાવ 80.13 રૂપિયા છે જ્યારે ડીઝલનો ભાવ 78.43 રૂપિયા થઈ ગયો છે. રાજકોટમાં પેટ્રોલ 80.61 રૂપિયા અને ડીઝલ 78.89 રુપિયા પહોંચી ગયું છે તો વડોદરા ખાતે પેટ્રોલ 80.25 રૂપિયા અને ડીઝલ 78.52 રૂપિયા થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ 4 નવેમ્બરના રોજથી ઇરાન પાસેથી ઓઇલ ખરીદવા પર પ્રતિબંધ મુકી દીધો છે અને દુનિયાનો જે દેશ આ તેલ ખરીદશે તેના પર પણ વિવિધ પ્રતિબંધ મુકવાની વાત કરી છે.