ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલનાં ભાવ સ્થિર, સામાન્ય લોકોએ લીધો રાહતનો શ્વાસ

દેશમાં મોંઘવારી એ માજા મુકી છે. જો કે રાહતની વાત એ છે કે, સતત વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ પર છેલ્લા 22 દિવસથી કંટ્રોલમાં આવ્યાં છે. છેલ્લા 22 દિવસમાં ન પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થયો છે કે ન ઘટાડો.

Top Stories Business
પેટ્રોલ-ડીઝલનાં
  • પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર
  • છેલ્લા 22 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિત
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ન વધારો ન ઘટાડો
  • સામાન્ય લોકોએ લીધો રાહતનો શ્વાસ

દેશમાં મોંઘવારી એ માજા મુકી છે. જો કે રાહતની વાત એ છે કે, સતત વધતા જતા પેટ્રોલ-ડીઝલનાં ભાવ પર છેલ્લા 22 દિવસથી કંટ્રોલમાં આવ્યાં છે. છેલ્લા 22 દિવસમાં ન પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થયો છે કે ન ઘટાડો.

પેટ્રોલ

આ પણ વાંચો – મોટી કાર્યવાહી / પાકિસ્તાનમાં હિન્દુ મંદિર પર હુમલાના સંદર્ભમાં 20 લોકોની ધરપકડ,150 થી વધુ લોકો સામે કેસ દાખલ

સરકારી તેલ કંપનીઓએ મોંઘા પેટ્રોલ-ડીઝલથી સતત 22 માં દિવસે સામાન્ય લોકોને રાહત આપી છે. આજે પણ દેશભરમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ સ્થિર છે એટલે કે ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લિટર છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગુજરાતમાં અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે.

પેટ્રોલ

આ પણ વાંચો – Mission Mars / મંગળ પર જીવનના ચિહ્નો શોધવાના NASAના પર્સિવરેન્સ દ્વારા પ્રારંભિક પ્રયાસો નિષ્ફળ,પરંતુ મળી આવ્યું કંઈક આવું

આંતરરાષ્ટ્રીય બજારમાં આ સપ્તાહે ક્રૂડ તેલનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મે મહિનાથી સતત વધી રહેલા પેટ્રોલનાં ભાવમાં 22 દિવસ સુધી વધારો જોવા મળ્યો નથી. બીજી તરફ અગાઉ સતત 42 દિવસનાં ભાવ વધારાનાં તબક્કામાં કિંમતોમાં વધારાની વાત કરીએ તો પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા પ્રતિ લીટર જયારે ડીઝલ 9.08 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. 18 જુલાઈથી ઈંધણનાં ભાવ સ્થિર છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં છેલ્લો ફેરફાર 17 જુલાઈએ જોવા મળ્યો હતો. 17 જુલાઈનાં રોજ પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું, જ્યારે ડીઝલનાં દર સ્થિર હતા. આ બાદ સરકારી તેલ કંપનીઓએ ભાવ વધારો ઝીક્યો નથી જોકે હવે દેશવાસીઓ ભાવમાં ઘટાડાની આશા રાખી રહ્યા છે.