Not Set/ પાકિસ્તાનમાં અમીર અને ગરીબ માટે પેટ્રોલ-ડીઝલના ભાવ અલગ હશે

ઈમરાન ખાને સંબંધિત અધિકારીઓને ઓછી આવક ધરાવતા જૂથ માટે પેટ્રોલ સબસિડી પ્લાન તૈયાર કરવા કહ્યું છે.

Top Stories World
petrol 2 પાકિસ્તાનમાં અમીર અને ગરીબ માટે પેટ્રોલ-ડીઝલના ભાવ અલગ હશે

ભારત અને પાકિસ્તાનની પરિસ્થિતિમાં એક સમાનતાઓ જાેવા મળે છે . આજકાલ આ સમાનતાઓમાં સૌથી મહત્વનું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ બન્ને દેશમાં  આસમાને છે. ભારતના મોટાભાગના રાજ્યોમાં  જ્યાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરથી વધારે છે, પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલની કિંમત 138 રૂપિયા થઈ ગઈ છે. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે તાજેતરમાં પેટ્રોલની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે, જ્યારે ડીઝલની કિંમત 12 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ કર્યો છે .

પેટ્રોલ અને ડીઝલના આસમાની ભાવથી ઘેરાયેલી ઇમરાન ખાનની સરકાર એક નવી યોજના પર કામ કરી રહી છે. એક અહેવાલ અનુસાર, પાકિસ્તાનની સરકાર અમીર અને ગરીબો માટે તેલના ભાવ અલગ રાખવાનું વિચારી રહી છે. આ યોજના મુજબ બાઇક સવારો, ઓટો ડ્રાઇવરો અને ઓછી આવક ધરાવતા લોકોને પેટ્રોલ અને ડીઝલ સબસિડી દરે આપવામાં આવશે, જ્યારે અમીરોને બજાર દર ચૂકવવા પડશે.

રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાને બુધવારે શાસક પક્ષના સભ્યોની બેઠક બોલાવી હતી, જેમાં પેટ્રોલિયમના ભાવો પર ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાને સંબંધિત અધિકારીઓને ઓછી આવક ધરાવતા જૂથ માટે પેટ્રોલ સબસિડી પ્લાન તૈયાર કરવા કહ્યું છે. મોટર સાયકલ સવારો, રિક્ષાઓ અને જાહેર પરિવહકો ઉપરાંત ઓછી આવક ધરાવતા લોકોને સસ્તા દરે પેટ્રોલ અને ડીઝલ મળશે. આ ડ્રાફ્ટ આગામી સપ્તાહે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે