આર્થિક સહાય/ હરિયાણા સરકારે ઉત્તરાખંડને 5 કરોડની આર્થિક મદદની કરી જાહેરાત

ઉત્તરાખંડમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે ,અતિભારે વરસાદ અને ભૂસ્ખલનથી અત્યાર સુધી 52થી વધુના મોત નિપજ્યા છે ,હાલ ઉત્તરાખંડની હાલત અતિ વિકટ છે,

India
mohanlal હરિયાણા સરકારે ઉત્તરાખંડને 5 કરોડની આર્થિક મદદની કરી જાહેરાત

ઉત્તરાખંડમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે ,અતિભારે વરસાદ અને ભૂસ્ખલનથી અત્યાર સુધી 52થી વધુના મોત નિપજ્યા છે ,હાલ ઉત્તરાખંડની હાલત અતિ વિકટ છે,આવા સંકટ સમયે હરિયાણા સરકારે ઉત્તરાખંડને 5 કરોડ  આપવાની જાહેરાત કરી છે.હરિયાણા સરકારે બુધવારે ઉત્તરાખંડ સરકારને 5 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. હરિયાણાના માહિતી અને જનસંપર્ક નિદેશાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરએ આ નિર્ણય લીધો છે.

ધવારે વરસાદગ્રસ્ત ઉત્તરાખંડમાં વધુ 6 મૃતદેહો મળી આવ્યા હતા, જેના કારણે રાજ્યમાં મૃત્યુઆંક 52 પર પહોંચી ગયો હતો. આ સાથે ઉત્તરપ્રદેશ, સિક્કિમ અને ઉત્તર બંગાળના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે ભૂસ્ખલન થયું હતું અને નેશનલ હાઇવે 10 બંધ થયો હતો, જે ગંગટોકને દેશના બાકીના ભાગ સાથે જોડતો મુખ્ય માર્ગ છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે વિવિધ ઘટનાઓમાં 17 લોકો ઘાયલ થયા હતા અને ટ્રેકિંગ ટીમના 11 સભ્યો સહિત 16 લોકો ગુમ થયા હતા. રાજ્યનો કુમાઉ વિસ્તાર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. 46 મકાનોને નુકસાન થયાના કિસ્સા સામે આવ્યા છે. નૈનીતાલમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે