Not Set/ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને, પેટ્રોલના ભાવમાં થયો 22 પૈસાનો વધારો

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 22 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલની કિંમત 83.22 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. જ્યારે દિલ્હીમાં 18પૈસા પ્રતિ લીટરનો વધારા સાથે ડીઝલ 74.42 રૂપિયા પ્રતિ લીટર પર પહોચી ગયો છે. મુંબઇમાં […]

Top Stories Business
mantavya 293 પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને, પેટ્રોલના ભાવમાં થયો 22 પૈસાનો વધારો

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવમાં 22 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો છે.

રાજધાની દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલની કિંમત 83.22 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. જ્યારે દિલ્હીમાં 18પૈસા પ્રતિ લીટરનો વધારા સાથે ડીઝલ 74.42 રૂપિયા પ્રતિ લીટર પર પહોચી ગયો છે. મુંબઇમાં 22 પૈસા પ્રતિ લીટરના વધારા બાદ પેટ્રોલની કિંમત શુક્રવારે 90.57 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે, જ્યારે ડીઝલમાં પણ 19 પૈસાનો વધારો જોવા મળ્યો હતો . આ સાથે જ દેશની આર્થિક રાજધાનીમાં ડીઝલની કિંમત 79.01 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.

પેટ્રોલની કિંમતોમાં ગુરુવારે 14 પૈસાનો વધારો થયો હતો. ત્યાર બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 83 રૂપિયા અને મુંબઇમાં 90.35 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. જ્યારે દિલ્હીમાં ડીઝલ 74.24 રૂપિયા પ્રતિ લીટર હતું. જ્યારે મુંબઇમાં તેની કિંમત 78.82 રૂપિયા પ્રતિ લીટર હતી. બુધવારે કોઇ પણ પ્રકારનો વધારો થયો નથી. મંગળવારે મુંબઇમાં પેટ્રોલના ભાવ 90.22 રૂપિયા પ્રતિ લીટરે પહોચ્યા હતા.

તેલ કંપનીઓએ તેની કિંમતમાં 14પૈસાનો વધારો કર્યો હતો, બે દિવસ પહેલા અહિં પેટ્રોલનો ભાવ 90.08 પ્રતિ લીટર થયો હતો, રૂપિયો આંતરાષ્ટ્રીય બજારમાં તૂટવાને કારણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અત્યાર સુધીની ઉચ્ચસ્તરીય સપાટી પર પહોંચી ગયો છે.