ભાવ વધારો/ પેટ્રોલનો ભાવ 110 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ

દેશમાં કોરોનાનાં કેસ હવે ઝડપથી ઘટી રહ્યા છે. પરંતુ બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.

Top Stories Business
1 339 પેટ્રોલનો ભાવ 110 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ

દેશમાં કોરોનાનાં કેસ હવે ઝડપથી ઘટી રહ્યા છે. પરંતુ બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે પેટ્રોલનો ભાવ આકાશને સ્પર્શે તેટલો થઇ ગયો છે. એક દિવસના વિરામ બાદ આજે ડીઝલ પેટ્રોલના ભાવ બદલાયા છે. આજે પેટ્રોલનાં દરમાં 29 પૈસાનો વધારો થયો છે. વળી ડીઝલનાં દરમાં 28 પૈસાનો વધારો થયો છે.

1 341 પેટ્રોલનો ભાવ 110 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ

આખરી દાવ / ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીનો આખરી દાવ, પ્રત્યાર્પણ થી બચવા માટે બ્રિટન પાસે માગી મદદ

આપને જણાવી દઈએ કે ગુરુવારે ક્રૂડ ઓઇલનાં ભાવમાં નરમાશ જોવા મળી હતી, જે પછી આજે એટલે કે 11 જૂને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.85 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 86.75 રૂપિયા પર પહોંચી ગઈ છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે પેટ્રોલની કિંમતમાં લગભગ 14 ટકાનો વધારો થયો છે. વળી પેટ્રોલનાં ભાવમાં 25-29 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 27-30 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે.

1 342 પેટ્રોલનો ભાવ 110 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ

શું આ જ આપણું ન્યૂ નોર્મલ છે? / જોઈએ છે એવો વર કે જેણે કોવિશિલ્ડ વેકસીન લીધી હોય : યુવતીએ આપેલી જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ

મળતી માહિતી મુજબ શુક્રવારે સરકારી ઓઈલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ (આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (એચપીસીએલ) એ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. શુક્રવાર, 11 જૂન, 2021 નાં ​​રોજ, દેશનાં વિવિધ શહેરોમાં પેટ્રોલનાં ભાવમાં 25-29 પૈસા પ્રતિ લિટર અને ડીઝલનાં ભાવમાં 27-30 પૈસાનો વધારો થયો છે. જ્યારે ગઈકાલે પેટ્રોલનો દર અને ડીઝલનો દર સ્થિર હતો.

1 340 પેટ્રોલનો ભાવ 110 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ

વિરોધ પ્રદર્શન / પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળતા આજે કોંગ્રેસનું દેશભરના પેટ્રોલપંપો પર પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન

આપને જણાવી દઈએ કે, દેશમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં બદલાય છે. દેશનાં દરેક પેટ્રોલ પમ્પ પર દરરોજ સવારે 6 વાગ્યાથી આ નવા ભાવ લાગુ પડે છે. દરેક રાજ્યનું સ્થાનિક વેટ અલગ-અલગ હોવાથી, બળતણનાં ભાવો રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે. તમે તમારા ફોન પરથી દરરોજ એસએમએસ દ્વારા પેટ્રોલ અને ડીઝલનાં ભાવ જાણી શકો છો. આ માટે, તમે ઇન્ડિયન ઓઇલ એસએમએસ સેવા હેઠળ મોબાઇલ નંબર 9224992249 પર એસએમએસ મોકલી શકો છો. તમારો સંદેશ કંઈક આ પ્રમાણે હશે – RSP <સ્પેસ> પેટ્રોલ પમ્પ ડીલર કોડ.

kalmukho str 7 પેટ્રોલનો ભાવ 110 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ