સુરેન્દ્રનગર/ લીંબડીના PGVCLના કર્મીઓએ વીજળીના ખાનગીકરણ સામે વિરોધ નોંધાવ્યો

ખાનગી કંપની વહીવટ સંભાળે તો વીજળીનો ભાવવધારો કરી ગ્રાહકો માથે ભારણ વધારવાની અને વીજ કર્મીઓની નોકરી જોખમમાં મુકાઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Gujarat Others
Untitled 157 લીંબડીના PGVCLના કર્મીઓએ વીજળીના ખાનગીકરણ સામે વિરોધ નોંધાવ્યો

લીંબડી પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મીઓએ વીજળીના ખાનગીકરણ કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો. ખાનગી કંપની વહીવટ સંભાળે તો વીજળીનો ભાવવધારો કરી ગ્રાહકો માથે ભારણ વધારવાની અને વીજ કર્મીઓની નોકરી જોખમમાં મુકાઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા નેશનલ કોઓર્ડીનેશન કમિટી ઓફ ઈલેક્ટ્રીકસીટી એમ્પ્લોઈઝ & એન્જીનીયર્સના આદેશ મુજબ દેશમાં ઈલેક્ટ્રીકસીટી એક્ટ-2003ના સુધારા બીલ-2021નો વિરોધ કરવા વીજ કર્મીઓ અને એન્જીનીયર્સને હાંકલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે લીંબડી પીજીવીસીએલની ડીવીઝન કચેરીમાં ડે.ઈજનેર જી.આર.પટેલ, પ્રતિપાલસિંહ ઝાલા સહિતના વીજ કર્મચારીઓએ ઓફિસના દરવાજા બહાર વીજળીનું ખાનગીકરણ રોકવા બાબતે સુત્રોચ્ચાર કર્યાં હતા.
આ અંગે ના.ઈજનેર ગોપાલ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કેટલાક સમયથી વીજળીના ખાનગીકરણ કરવા હિલચાલ થઈ રહી છે. ખાનગી કંપનીના હાથમાં વીજળી વિભાગ આવી જાય તો તેઓ ગ્રાહકો પાસે મનફાવે તેવા ભાવની વસૂલાત કરશે. સાથે જ વીજ કર્મીઓને છુટ્ટા કરી કે ઓછા વેતને કામ કરવા મજબૂર કરી શકે છે. કાં તો વીજ કર્મીઓ સાથે મનફાવે તેવું વર્તન કરશે તેવી પણ આશંકા છે.