Not Set/ ફિલીપાઇન્સમાં ક્રિસમસ પાર્ટીની ઉજવણી ફેરવાઈ માતમમાં, કોકોનટ વાઇનથી 11 લોકોના મોત, 300 ગંભીર

ફિલિપાઇન્સમાં ક્રિસમસ પાર્ટીની ઉજવણી માતમમાં ફેરવાઈ છે. ઓછામાં ઓછા 11 લોકોના અહીં મોત થયા છે. અને 300 થી વધુ લોકો કોકોનટ વાઇન પીધા પછી ગંભીર રીતે બીમાર પડ્યા છે.  લોકોના પ્રિય એવા ૩૧ ડીસેમ્બરની ઉજવણીની પાર્ટી માટે આ લોકો ભેંગા થયા હતા. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે બીમાર લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને […]

World
tharur 27 ફિલીપાઇન્સમાં ક્રિસમસ પાર્ટીની ઉજવણી ફેરવાઈ માતમમાં, કોકોનટ વાઇનથી 11 લોકોના મોત, 300 ગંભીર

ફિલિપાઇન્સમાં ક્રિસમસ પાર્ટીની ઉજવણી માતમમાં ફેરવાઈ છે. ઓછામાં ઓછા 11 લોકોના અહીં મોત થયા છે. અને 300 થી વધુ લોકો કોકોનટ વાઇન પીધા પછી ગંભીર રીતે બીમાર પડ્યા છે.  લોકોના પ્રિય એવા ૩૧ ડીસેમ્બરની ઉજવણીની પાર્ટી માટે આ લોકો ભેંગા થયા હતા.

આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે બીમાર લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. સોમવારે આ માહિતી આપતાં સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના મનિલાની દક્ષિણે બે પ્રાંત, લગુના અને ક્વિઝનમાં બની છે.

Image result for coconut wine

તેમણે કહ્યું કે બધા લોકો લેમ્બનોગનું સેવન કર્યું હતું. જે અહીંનું લોકપ્રિય પીણું છે. આ પીણું વ્યાપકપણે રજાઓ અને ઉજવણી દરમિયાન પીવામાં આવે છે. મેયર વિનર મુનોઝના આગ્રહ પર ઘણા લોકોને લગુના રિઝાલની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુરુવાર અને રવિવારની વચ્ચે, લોકપ્રિય પીણું લેમ્બનોગનું એટલે કે કોકોનટ વાઇન પીવાના કારણે ઘણા લોકોના મોત થયા હતા.

બે લોકોની હાલત ખૂબ જ ગંભીર બની ગઈ હતી અને સારવાર બાદ હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે કોકોનટ વાઇન લેમ્બનોગને કારણે આ દુ: ખદ ઘટના તેના શહેરમાં બની હતી. હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, બાકી વધેલી લેમ્બનોગ અને દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને તેમને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

Image result for coconut wine

કેટલાક લોકોએ રજાઓ માટે કોકોનટ વાઇન તો કેટલાકે જન્મદિવસની પાર્ટી માટે ખરીદી હતી, જ્યારે કેટલાક લોકોએ નાતાલની પાર્ટી માટે સ્થાનિક અધિકારીઓ પાસેથી પીણું લીધું હતું. ફિલિપાઇન્સમાં કોઈપણ નિયંત્રણ વિના લેમ્બનોગનું ઉત્પાદન અને વેચાણએ સામાન્ય વાત છે.  તેમાં ઘણીવાર ખતરનાક એડીટીવ્સ વસ્તુના ઉમેરણ ગેરકાયદેસર રીતે મિશ્રિત થાય છે.

દેશના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા અગાઉ પણ આ ઘરેલુ દારૂમાં મિથેનોલનો પ્રતિબંધિત અને જોખમી ઉપયોગ વિશે ચેતવણી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.