Not Set/ માણસ જેવા દાંત વાળી માછલીનો ફોટો વાયરલ, યુઝર્સે કહ્યું – મારા કરતા પણ સારા…

શું તમે ક્યારેય એવી માછલી જોઈ છે કે જેના દાંત માણસો જેવા દેખાય?  જો કે, માણસો આ માછલીને મજાકમાં લઈ રહ્યા છે. જયારે આ માછલીને જોઈ ઘણા હેરાન છે.

Ajab Gajab News Trending
દાંત

પ્રકૃતિ હંમેશા આપણે સમય સમયે નવા આંચકા આપે છે. જેમાં કેટલાય તત્ત્વો છે, જેની જાણકારી આપણી પાસે પણ નથી હોતી. રહસ્યોથી ભરેલી આ દુનિયામાં, કોઈ વ્યક્તિ ઘણીવાર કોઈને કોઈ વિચિત્ર વસ્તુની ઝલક મેળવી શકે છે. દરિયાઈ જીવનની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર રહસ્યમય અને વિચિત્ર દરિયાઈ જીવોના વીડિયો જોવા મળે છે, પરંતુ અહીં સવાલ એ છે કે શું તમે ક્યારેય એવી માછલી જોઈ છે કે જેના દાંત માણસો જેવા દેખાય?  જો કે, માણસો આ માછલીને મજાકમાં લઈ રહ્યા છે.  જયારે આ માછલીને જોઈ ઘણા હેરાન છે. સોશિયલ મીડિયા પર તે ચર્ચાનો વિષય બની છે. જેની પાછળનું કારણ છે એના દાંત.

આ પણ વાંચો :વિશ્વાસ ન આવે તેવી વાત, એકજ વર્ષમાં મહિલાએ આપ્યા ચાર બાળકોને જન્મ

આ માછલી અમેરિકાના આઉટર બેંક્સમાં પકડાઈ છે. જેનેટ પિયરે તેનો વાયરલ ફોટો ફેસબુક પર શેર કર્યો છે. આ માછલીને શીપ્સ હેડ માછલી કહેવામાં આવે છે. માત્ર દાંત જ નહીં, તેમાં માણસોની જેમ યોગ્ય પેઢા  પણ છે. આ તેને ઘણા પ્રકારના સમુદ્રી જીવોનું કચુંબર કરી નાખવામાં મદદ કરે છે. આ માછલી પકડ્યા બાદ માથન માર્ટિન નામના એક માછીમારે જણાવ્યું કે તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ હોય છે.

આ પણ વાંચો :એવું તો શું દેખાય ગયું કે ચાલુ બાઈકમાં યુવાનના ઉડી ગયા હોશ

સોશિયલ મીડિયા યુઝર્સ આ માછલીના ફોટો પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મોટાભાગના લોકોને આ જોઈને આશ્ચર્ય થાય છે.

આ પણ વાંચો : ફ્લાઇટ કેન્સલ થઇ અને મહિલા બની ગઇ કરોડપતિ, જાણો કેવી રીતે

આ પોસ્ટ #bigteethbigtimes સાથે લખવામાં આવી છે – જેના કારણે ભારે હંગામો થયો. આ ફોટો જોયા પછી, એક યુઝર્સે ટિપ્પણી કરી છે – શું આ તે જગ્યા છે જ્યાંથી દાંત આવે છે, જ્યારે અન્ય યુઝર્સે લખ્યું છે – તે માછલીને મારા કરતા વધુ સારા દાંત છે.

આ પણ વાંચો :પાતાળલોક, આવો આજે આપને મુલાકાત કરાવીએ આ ક્યારેય નહિ સાંભળેલી જગ્યાની

આ પણ વાંચો : ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો બદલાયા, હવે NGO અને ખાનગી કંપનીઓ પણ ઇશ્યૂ કરી શકશે