Surendranagar/ સ્નાન કરતી મહિલાનો યુવકે પાડ્યો ફોટો, બ્લેકમેઇલ કરી 11 મહિના આચર્યું દુષ્કર્મ

અમદાવાદમાં રહેતી મહિલા બે વર્ષ પહેલા લીંબડી લગન પ્રસંગે આવી હતી. જેમાં ચૂડા તાલુકાના જેપરમાં રહેતા અને જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા કૌટુંબીક યુવાનના સંપર્કમાં આવી હતી….

Gujarat Others
Untitled 56 સ્નાન કરતી મહિલાનો યુવકે પાડ્યો ફોટો, બ્લેકમેઇલ કરી 11 મહિના આચર્યું દુષ્કર્મ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

અમદાવાદમાં રહેતી મહિલા બે વર્ષ પહેલા લીંબડી લગન પ્રસંગે આવી હતી. જેમાં ચૂડા તાલુકાના જેપરમાં રહેતા અને જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા કૌટુંબીક યુવાનના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ મહિલાના ઘરે ગયેલા યુવાને ફોટા પાડી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યાની વિગતો મહિલાએ ઝેરી દવા પી લેતા બહાર આવી હતી. હાલ જીઆરડી જવાનની ધરપકડ કરાઇ છે.

અમદાવાદ આંબાવાડી વિસ્તારમાં પતિ અને બે બાળકો સાથે રહેતી મહિલા 2 વર્ષ પહેલાં નાની બહેનના દિયરના લગ્ન પ્રસંગે લીંબડી આવ્યા હતા. જયાં તે ચુડા તાલુકાના જેપર ગામે રહેતા કૌટુંબિક ફઈના દિકરા યોગેશ ઉર્ફે લાલો જેઠાભાઈ રાઠોડના સંપર્કમાં આવી હતી. બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. મહિલા અને અપરણિત યુવક વચ્ચે અવારનવાર ફોન ઉપર વાત થવા લાગી હતી. મહિલાના પુત્રનો જન્મદિવસમાં યોગેશ ઉર્ફે લાલો રાઠોડ અમદાવાદ ગયો હતો. મહિલા ઘરે સ્નાન કરવા ગઈ ત્યારે યોગેશે બાથરૂમમાં નગ્ન ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ફોટા-વીડિયો દેખાડી મહિલાને બ્લેકમેલ કરી 11 મહિના સુધી દુષ્કર્મ કર્યું.

યોગેશની વારંવાર ધમકી અને જબરજસ્તીથી કંટાળીને મહિલાએ ઝેરી દવા અને ફિનાઈલ ગટગટાવીને જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો. મહિલાની તબીયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જયાં મહિલાએ એલિસબ્રિજ પોલીસ સમક્ષ બળાત્કારી યોગેશ ઉર્ફે લાલો જેઠાભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ પોલીસે ચુડા પોલીસના રઘુભાઈ રબારીની મદદથી આરોપીની જેપરમાંથી ધરપકડ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…