Bollywood/ નોરા ફતેહીએ કરાવ્યું બે સફેદ સિંહ સાથે Photoshoot, ચાહકોનાં ધબકારા વધાર્યા

બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીને દુનિયાભરમાં ફરવાનું અને નવી વસ્તુઓ એક્સપ્લોર કરવાનું પસંદ છે. આ દિવસોમાં નોરા ફતેહી દુબઈમાં શાનદાર વેકેશન માણી રહી છે.

Entertainment
11 39 નોરા ફતેહીએ કરાવ્યું બે સફેદ સિંહ સાથે Photoshoot, ચાહકોનાં ધબકારા વધાર્યા

બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીને દુનિયાભરમાં ફરવાનું અને નવી વસ્તુઓ એક્સપ્લોર કરવાનું પસંદ છે. આ દિવસોમાં નોરા ફતેહી દુબઈમાં શાનદાર વેકેશન માણી રહી છે. બી ટાઉનની આ ખૂબસૂરત અભિનેત્રી અવાર-નવાર પોતાની સુંદર તસવીરો અને રોમાંચક અપડેટ્સ ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

આ પણ વાંચો – કોરોના સંક્રમિત / શબાના આઝમી બાદ જયા બચ્ચનને થયો કોરોના, આ ફિલ્મનું રોકવું પડ્યું શૂટિંગ

આવી સ્થિતિમાં નોરાનો લેટેસ્ટ ફોટો ચાહકોનાં હોશ ઉડાવી રહ્યો છે. આ તસવીરમાં નોરા બે સફેદ સિંહો સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. આ ફોટોઝને ફેન્સ તરફથી જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે. નોરા ફતેહીનું દુબઈ વેકેશન આનંદ અને સાહસથી ભરેલું છે. આનો પુરાવો તેની ઇન્સ્ટાગ્રામ પરની લેટેસ્ટ તસવીરો છે જેમાં તે એક નહીં પણ બે સિંહો સાથે પોઝ આપતી જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે સિંહો પણ કેમેરાને જોઈને તેમની સાથે પોઝ આપી રહ્યા છે. સિંહો સાથે પોઝ આપતી વખતે અભિનેત્રી ખૂબ જ શાંત અને કમ્પોઝ્ડ લાગે છે. એક તરફ જ્યાં મોટાભાગનાં લોકો જંગલી પ્રાણીઓની બાજુમાં બેસતા ડરે છે. ત્યારે, આ તસવીરોમાં નોરાનાં ચહેરા પર કોઈ ડર નથી પરંતુ આત્મવિશ્વાસ છે. હંમેશની જેમ, નોરા ફતેહીએ તેની આ તસવીરોથી ચાહકોનાં ધબકારા વધારી દીધા છે. આ તસવીરોમાં નોરા ફતેહી લાઇટ બ્લુ હાઇ-નેક ટોપ અને ડેનિમ બ્લુ જીન્સ પહેરેલી જોવા મળી રહી છે. છૂટા વાળ અને ખૂબસૂરત ઇયરિંગ્સમાં સજ્જ, નોરા હંમેશની જેમ અદ્ભુત અને ખૂબસૂરત દેખાઇ રહી છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – Bollywood / 44 વર્ષીય કોમેડિયન સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી કરાઇ, જાણો કેવી છે અભિનેતાની તબિયત

નોરાની આ સુંદર તસવીરો પર માત્ર ચાહકો જ નહીં પરંતુ સેલિબ્રિટીઓ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રી ઈશા અગ્રવાલે કોમેન્ટ બોક્સ પર લખ્યું, ‘વાહ’ જ્યારે ચાહકો પણ નોરા ફતેહીની સુંદરતા અને આત્મવિશ્વાસ પર રેડ હાર્ટ અને હોટ ઈમોજીસ સાથે પ્રેમ વરસાવી રહ્યા છે. વર્ક ફ્રન્ટ પર, નોરા તાજેતરમાં ગુરુ રંધાવા સાથે એક મ્યુઝિક વિડિયો ‘નાચ મેરી રાની’માં જોવા મળી હતી.