ભરૂચ/ દહેજમાંથી મળેલ આવેલ કરોડો રૂપિયાના કેમિકલ ચોરીના કાળા રેકેટમાં PI ને સસ્પેન્ડ

દહેજ પીઆઈને કરોડોના કેમિકલ કૌભાંડની જાણ હોવા છતાં તેમને પૈસા લઈને વેપલામાં સાથ આપ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી સ્ટેટ મોનીટરીંગ સેલે કાર્યવાહી હાથધરી હતી અને કામ પાર પડ્યું હતું

Gujarat Others Trending
ratna 16 દહેજમાંથી મળેલ આવેલ કરોડો રૂપિયાના કેમિકલ ચોરીના કાળા રેકેટમાં PI ને સસ્પેન્ડ

દહેજ માંથી મળેલ આવેલ ₹1,32,59,378 ના કેમિકલના કાળા રેકેટમાં દહેજ પોલીસ સ્ટેશનના પી.આઈ ને કરાયા સસ્પેન્ડ

હાલમાં ભરૂચના દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કરી ૫ ટેન્કર સાથે રૂ. 1,32,59,378/- ના મુદામાલને કબ્જે કરી ૨૧ માંથી ૭ આરોપીઓની ધરપકડ કરવામા આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને દહેજમાં વેલસ્પન કંપની નજીક આવેલ માલવા પંજાબ હોટલ પાછળ કેમિકલ ચોરીનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમી મળતા મોડી રાતે રેડ કરવામાં આવી હતી. કેમિકલ ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરી ઉદ્યોગોને વેચવામાં આવતું હતું. કાળા રેકેટ કૌભાંડમાં દહેજ પી.આઈ પણ સામેલ હોય અને અગાઉ જાણ હોવા છતાં કૌભાંડ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી ન કરવાને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

મળતી માહીતી અનુસાર, દહેજ પીઆઈને કરોડોના કેમિકલ કૌભાંડની જાણ હોવા છતાં તેમને પૈસા લઈને વેપલામાં સાથ આપ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી સ્ટેટ મોનીટરીંગ સેલે કાર્યવાહી હાથધરી હતી અને કામ પાર પડ્યું હતું. દહેજ પી.આઈ એ.સી. ગોહિલને સસ્પેન્ડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેમની જગ્યા પર કર્તવ્યનિષ્ઠ પી.આઈ બી.બી. કોઠીયાને સંપૂર્ણ ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જેથી પોલીસ કર્મચારીઓમાં ફફડાટ મચી જતા ભયનો માહોલ સર્જાયો

sago str 4 દહેજમાંથી મળેલ આવેલ કરોડો રૂપિયાના કેમિકલ ચોરીના કાળા રેકેટમાં PI ને સસ્પેન્ડ