ઇતિહાસ/ આજે વર્લ્ડ સાઇકલ ડે આવો જાણીએ  તેનો ઇતિહાસ

સાયકલનો ઇતિહાસ

World
cycle આજે વર્લ્ડ સાઇકલ ડે આવો જાણીએ  તેનો ઇતિહાસ

આજે વર્લ્ડ બાયસીકલ ડે છે. સાઇકલનું નામ સાંભળતા જ આપણે બાળપણમાં સરી જઇએ છીએ. કારણ કે બાળપણ સાથે સાઇકલ જોડાયેલી છે. હવે નાનપણથી લઇને કોલેજ અને સ્વાસ્થય માટે તમામ ઉંમરના લોકો સાઇકલનો ઉપયોદ કરતા થયા છે. આરોગ્યને સારુ રાખવા પણ સાઇકલ ચલાવવાની ડોક્ટર સલાહ આપે છે. ત્યારે તેનો ઇતિહાસ જાણવાની કુતુહલતા થાય તે સ્વાભાવિક છે.
વર્લ્ડ બાયસીકલ ડે ની જાહેરાત ક્યારે કરવામાં આવી
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રથમ વખત 3 જૂન 2018 ના રોજ વર્લ્ડ સાયકલ ડે ઉજવવાની શરૃઆત કરવામાં આવી હતી. ભારતમાં છેલ્લા બે વર્ષથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોરોનાના સમયમાં આ દિવસનું મહત્વ પહેલાં કરતાં ઘણું વધી ગયું છે.
સાઇકલનો ઇતિહાસ
યુરોપિયન દેશોમાં સાઇકલનો ઉપયોગ કરવાનો વિચાર 18મી સદીના અંતમાં જ લોકોના મગજમાં આવી ગયો હતો. જોકે પ્રથમ વર્ષ 1816માં પર્શિયન કારીગરે તેને એક આકૃતિનું રૂપ આપ્યું હતું અને તેને ‘ હોબી હોર્સ ‘ એટલે કે ‘ લાકડીનો ઘોડો ‘ કહેવામાં આવતું હતું. પગ વડે ચલાવાતા પેંડલવાળા વ્હિલની શોધ 1865માં પેરિસના લાલીમેન્ટે કરી હતી. જેને વેલોસીપીડ કહેવાય છે. તેને ચલાવવામાં ખૂબ જ થાક લાગતો હોવાથી તેને હાડતોડ પણ કહેવાય છે. જ્યારે ભારતમાં સાઇકલે આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આઝાદી પછી ઘણા દાયકાઓ સુધી સાઇકલ ટ્રાફિકનો મહત્વનો ભાગ રહ્યો હતો. 1960 થી 1990 ના દાયકા સુધી ભારતમાં મોટાભાગના પરિવારો પાસે સાઇકલ હતી. સાઇકલને લોકો એક મહત્વપૂર્ણ અને વ્યાજબી સાધન તરીકે ગણતા હતા. બીજી તરફ કેટલાક પરિવારોમાં સાઇકલ રોજીરોટીનો પણ સાધન રહેલું હતું. ગામડાઓમાં ખેડૂતો માટે બજાર સુધી પાકને પહોંચાડવાનું સાધન સાઇકલ જ હતું અને તે આજે પણ ક્યાંક જોવા મળી રહ્યું છે. આજે પણ દૂધ વેચનારાઓ માટેનું એક મહત્વપૂર્ણ સાધન સાઇકલ જ છે. તે જ રીતે શ્રમિકો માટે પણ ઉત્તમ વાહન સાઇકલ માનવામાં આવે છે. ભારતીય ટપાલ ખાતાની સમગ્ર સિસ્ટમ પણ સાઇકલથી જ ચાલતી હતી. આજે પણ પોસ્ટમેન સાઇકલ દ્વારા પત્રોની વહેંચણી કરવા જતા નજરે પડી રહ્યા છે.
આરોગ્ય માટે બેસ્ટ છે સાઇકલ ચલાવવી
– રોજ અડધો કલાક સાઇકલ ચલાવવાથી સ્થૂળતા ઓછી થાય છે.
– સવારે સાઇકલ ચલાવવાથી તાજી હવાની સાથે ફિટનેસ જળવાઇ રહે છે.
– રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
– ડોક્ટરોના મત પ્રમાણે સાઇકલ ચલાવવાથી ઇમ્યૂનિટી સેલ્સ એક્ટિવ થાયછે, રોજ ઓછામાં ઓછી 30 મિનિટ તો સાઇકલ ચલાવવાથી માઇન્ડ સારુ રહે છે.