ભાવનગર/ પીપરડીમાં નવુ બનાવેલું નાળુ સામાન્ય વરસાદમાં ધોવાયું

હજુ ભારે વરસાદ પડ્યો નથી અને આ ઓછા વરસાદથી કેનાલ પર મોટા ખાડાઓ પડી ગયા છે, જેમાં સવારના સમયે માલ ભરેલો ટેમ્પો ફસાઈ ગયો હતો.

Gujarat Others Breaking News
YouTube Thumbnail 59 પીપરડીમાં નવુ બનાવેલું નાળુ સામાન્ય વરસાદમાં ધોવાયું

ગઈકાલે માત્ર થોડા વરસાદમાં જ રોજના 200 થી 300 લોકોને પોતાના ઘરે અને ગામડામાં જવાનો માર્ગ ધરાવતી નવી બનેલી કેનાલ ભ્રષ્ટાચારીઓના બોજ હેઠળ ધોવાઈ ગઈ છે. હજુ ભારે વરસાદ પડ્યો નથી અને આ ઓછા વરસાદથી કેનાલ પર મોટા ખાડાઓ પડી ગયા છે, જેમાં સવારના સમયે માલ ભરેલો ટેમ્પો ફસાઈ ગયો હતો.

જે કેનાલમાં રૂ.10.30 લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે તેમાં ક્યાંય સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને જૂના કાચા બાંધકામની ઉપર માલસામાન મૂકીને નબળી ગુણવત્તાનું કામ સ્પષ્ટ દેખાય છે. ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માગ છે.

પાલિતાણા તાલુકાના પીપરડી-2ના વાડી વિસ્તારમાં 15 લાખના ખર્ચે નવી કેનાલ બનાવવામાં આવી છે. થોડા દિવસોમાં આ કેનાલમાં મસમોટા ખાડાઓ પડી ગયા છે. આમાં ગેરરીતિના આક્ષેપો થયા છે. આ અંગે તપાસ કરવા તંત્રના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ

આ પણ વાંચો: ગુજરાતમાં લેબમાં બનતા નશીલા પદાર્થનો પ્રદાફર્શ

આ પણ વાંચો: આખા દેશને દોડતી રાખનારી રાજસ્થાની ગેંગને વલસાડ LCBએ પકડી

આ પણ વાંચો: વડોદરામાં મિની ટેમ્પો ચાલકે બે ભાઈઓને કચડી નાખી રીતસરનું ‘મર્ડર’ કર્યુ, જુઓ CCTV ફૂટેજ