ગુજરાત/ જામનગરનો પીરોટન ટાપુ 6 ફેબ્રુઆરીથી મુલાકાતીઓ માટે ખૂલ્લો મૂકાશે…

માં 10થી વધુ અને એક દિવસમાં સૌથી 100 વધુ લોકોને મંજૂરી અપાશે નહીં. તથા મુલાકાતનો સમય સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેનો રહેશે.

Gujarat
Untitled 101 1 જામનગરનો પીરોટન ટાપુ 6 ફેબ્રુઆરીથી મુલાકાતીઓ માટે ખૂલ્લો મૂકાશે...

રાજયમાં  જામનગર પાસે આવેલા ડિસેમ્બર 2017થી પીરોટન ટાપુ પર અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જે વન વિભાગ જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, કોસ્ટ ગાર્ડ વગેરે સાથે ચર્ચા કર્યા પછી 6 ફેબ્રુઆરીથી વાઈલ્ડ લાઇફ મેનેજમેન્ટ અને પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને પખવાડિયામાં ફક્ત ત્રણ જ દિવસ કેટલીક શરતો સાથે ટાપુ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે.

આ પણ વાંચો:મામાનું ઘર / મહિલા ઉત્થાન માટે આ દીકરીએ શરૂ કર્યું અનોખુ અભિયાન, જાણો કેવી છે કામગીરી

મુલાકાતીઓ દરિયાઈ સૃષ્ટિ નિહાળવા ત્રણ ચાર દિવસ પહેલા જામનગરના વન સંકુલમાં અરજી કરવાની રહેશે. પ્રવાસની તારીખનાં 1 દિવસ પહેલા વન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવશે. જેમાં 10થી વધુ અને એક દિવસમાં સૌથી 100 વધુ લોકોને મંજૂરી અપાશે નહીં. તથા મુલાકાતનો સમય સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેનો રહેશે.

આ પણ વાંચો:National / આ રાજ્યમાં આવતીકાલથી શરૂ થશે સ્કૂલો, ખુદ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

મુલાકાતીઓ માટેની ગાઈડલાઈન્સ

  • નાના બાળકો વૃદ્ધો તબીબી રીતે અસ્વસ્થ દિવ્યાંગ આ વિસ્તારની મુલાકાત ટાળવી,
  • દરિયાઈ અભ્યારણ વિસ્તારમાં સાથે રહેલા વનવિભાગના સ્ટાફ, ગાઈડ, અધિકૃત માણસ વિના તથા નિયત કરવામાં આવેલ વિસ્તાર સિવાય કોઈ જગ્યાએ જઈ શકાશે નહી, કોઈપણ સંજોગોમાં રાત્રી રોકણની રવાનગી અપાશે નહી.
  • હથિયાર, વિસ્ફોટક કે ઝેરી પદાર્થ, સાબુ શેમ્પુ કે અન્ય કોઈપણ બીજી કેમિકલનો ઉપયોગ, ધુમ્રપાન કેફી દ્રવ્યો પર પ્રતિબંધ
  • કોઇ પણ પ્રકારના અવાજ ઉત્પન્ન કરતા સાધનો જેવા કે રેડિયો સંગીત વાદ્ય, બ્લુટુથ સ્પીકર લઈ જઈ શકાશે નહીં
  • પરમીટ ઇસ્યુ થયા બાદ કોઈપણ કારણોસર પ્રવાસ રદ્દ થાય તો તેની રકમ પરત મળવાપાત્ર થશે નહીં વગેરે
  • જે વ્યક્તિના નામે પરમીટ ઇસ્યુ કરવામાં આવ્યું હશે તેના નામ સિવાય કે તેના બદલે કોઈ વ્યક્તિ દરિયાઈ અભયારણ્ય વિસ્તારની મુલાકાત લઇ શકશે નહીં
  • મુલાકાતીઓ બોટ તથા જેટી કે પોર્ટ વિસ્તારમાં પોતાનું અંગત વાહનોનું રોકાણ કરી શકશે નહીં
  • કોઈપણ વન્યજીવોને ખાવાનું નાખી શકશે નહીં, વન્યજીવન નિહાળવા ખડકો ઉચકાવી શકાશે નહીં.
  • ફોટોગ્રાફી કરતી વખતે વન્યજીવોને સલામતી અને સુરક્ષાને લઇને તેનાથી યોગ્ય અંતરજાળ આવવાનું રહેશે ઉપરાંત ત્યાંથી કોઈપણ પ્રકારના શંખલા છીપલા અન્ય વસ્તુઓ સાથે લાવી શકાશે નહીં.