Not Set/ રોડમાં ખાડા કે ખાડામાં રોડ ? કોડીનાર સુત્રાપાડા રોડમાં ખાડાનગરી

કોડીનારથી જતા માત્ર 5 કિલોમીટર જ રોડ સારો છે. બાકી તો ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા ખબર જ ન પડે. કોડીનાર નજીકના કણજોતર ગામથી એટલો બધો રોડ ખરાબ થયો છે,  કે વાત ન પૂછો.

Top Stories Gujarat Others
ખાડા

રાજ્યમાં વિકાસની અનેક વાતો થાય છે. પણ ગીર સોમનાથના કોડીનારથી સુત્રાપાડા રોડ પર તમને માત્ર વિકાસની વાતો જ દેખાશે. કારણ કે ત્યા વિકાસના નામે ખાડા ઓનું મોટું સામ્રાજ્ય જોવા મળે છે.

  • અનેક ગામોના રાહદારીઓ પરેશાન
  • ગ્રામજનોએ કરી તંત્રને અનેક વાર રજૂઆત
  • રજૂઆત છતાં તંત્ર ઘોરનિદ્રામાં
  • રાહદારીઓ જીવના જોખમે પસાર કરે છે રસ્તો

ખાડા રોડમાં ખાડા કે ખાડામાં રોડ ? કોડીનાર સુત્રાપાડા રોડમાં ખાડાનગરી

 

કોડીનારથી સુત્રાપાડા થઈને સોમનાથ જતા સ્ટેટ પર આમતો સુત્રાપાડાનો બોર્ડ જોતા એવું લાગશે કે રોડ તો સારો છે.  પરંતુ છે નહિ.  જો તમે આવું વિચારો છો તો તે ખોટું વિચારી રહ્યા છો. કારણ કે કોડીનારથી જતા માત્ર 5 કિલોમીટર જ રોડ સારો છે. બાકી તો ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા ખબર જ ન પડે. કોડીનાર નજીકના કણજોતર ગામથી એટલો બધો રોડ ખરાબ થયો છે,  કે વાત ન પૂછો. આ રોડ સુત્રાપાડા શહેર બંદર, ધામળેજ બંદર, ઝાલાના વડોદરા બંદર સહિત સુત્રાપાડા તાલુકાના 42 જેટલા ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંથી જીવન જોખમે પસાર થાય છે.

ખાડા 1 રોડમાં ખાડા કે ખાડામાં રોડ ? કોડીનાર સુત્રાપાડા રોડમાં ખાડાનગરી

આયુર્વેદ બનશે સંજીવની / કોરોના જંગ સામે આર્યુર્વેદિક દવા તૈયાર, ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મળી મંજૂરી

launch / MG મોટર્સ વર્ષના અંત સુધીમાં રૂ. 2,500 કરોડનું રોકાણ કરશે,  હાલોલ પ્લાન્ટમાં ઉત્પાદન વધશે

ઘણા લાંબા સમયથી સુત્રાપાડા-કોડીનાર રોડ બિસ્માર હોવાને લઇ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રોજિંદા પસાર થતા વાહન ચાલકોતો તોબા કરી રહ્યા છે.  જોકે નવાઈ ની વાત એ છે કે સુત્રાપાડા તાલુકા પંચાયત, સુત્રાપાડા પાલિકા અને ખાનગી કંપનીના અનેક અધિકારીઓ આ રોડ પરથી રોજ પસાર થાય છે. તેમ છતાં ઘોરમાં નિદ્રા સુતેલા તંત્રના પેટનું પાણી હલતું નથી. અને હલે પણ ક્યાંથી તેઓનેતો ફોરવહીલમાં બેસીને મુસાફરી કરવાની હોય છે. મુસીબત તો સામાન્ય જનતાને જ ભોગવી પડે ને ?. સ્થાનિક  ભાજપના અગ્રણી તો ત્યાં સુધી કહે છે કે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોના કારણે રસ્તાઓ બિસ્માર બને છે. જેની સીધી અસર ખીચ્ચામાં થાય છે.

જોકે આ વાત રાજ્યના એક ગામની નથી. એવા  ઘણા ગામો છે કે જ્યા પાયાની પ્રાથમિક જરૂરિયાતો માટે પણ ગામ લોકોને વલખા મારવા પડે છે.

મોંઘા પેટ્રોલથી છુટકારો મેળવો / મારુતિ સુઝુકી ડિઝાયર અને ટાટા એસ માટે શરૂ થઇ ઇલેક્ટ્રિક કીટ

Technology / આધાર કાર્ડનો ફોટો જૂનો છે, તો આ સરળ સ્ટેપ્સ સાથે તમારો મનપસંદ ફોટો લગાવો

Technology / ટેસ્લાનો આ  રોબોટ ઘરે નોકરની જેમ કામ કરશે, આગામી વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે

Technology / ડોમેસ્ટિક કંપની લૂમે ડ્યુઅલ ચાર્જિંગ સોલર પેનલ રજૂ કરી, બંને બાજુથી વીજળી ઉત્પન્ન થશે