Political/ સામાન્ય પ્રજામાં કોઇ નેગેટિવ સંદેશો ન જાય તેની તકેદારી રાખો : રાજકોટ ભાજપના આગેવાનોએ નવોદિતોને આપી શીખ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે. આ વિજય બાદ સૌપ્રથમ સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓની સંગઠનની બેઠક મળી હતી.રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં

Top Stories
bjp rajkot meeting સામાન્ય પ્રજામાં કોઇ નેગેટિવ સંદેશો ન જાય તેની તકેદારી રાખો : રાજકોટ ભાજપના આગેવાનોએ નવોદિતોને આપી શીખ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે. આ વિજય બાદ સૌપ્રથમ સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓની સંગઠનની બેઠક મળી હતી.રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 68 બેઠક મેળવીને સત્તા કબ્જે કરી છે. 10 નગરસેવકોને બાદ કરતા તમામ નવા ચહેરા ચૂંટાઇ આવ્યા છે. આથી આજે ભાજપે 68 નગરસેવકો સાથે બેઠક યોજી હતી. જેમાં સિનિયરોએ જુનિયરોને કામ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કોર્પોરેટરોએ કેવી રીતે જનતાને સાથે રાખી કામ કરવું તેવી શીખ ભાજપના આગેવાનો દ્વારા આપવામાં આવી હતી.આ બેઠકમાં ભાજપના સિનિયર નેતાઓમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ હાજર રહ્યાં હતા.

Cricket / રૂટે ફેરવ્યો ઈંગ્લેન્ડનો Root, ભારત 145 રનમાં ઓલઆઉટ

આ બેઠક અંતર્ગત સિનયરોએ જુનિયર નગરસેવકોને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં જનતાને સાથે રાખી કામ કરવાની શીખ આપવામાં આવી હતી. પોતાના વિસ્તારમાં લોકોને શું સમસ્યા છે તે જાણી કામ કરવા સૂચના આપવામાં આવી હતી.સિનિયર નેતાઓએ જુનિયર નગરસેવકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સામાન્ય પ્રજામાં  કોઇ નેગેટિવ સંદેશો ન જાય તે અંગે તકેદારી રાખવી, લોકોની વચ્ચે સતત કેવી રીતે રહેવું તેનું ધ્યાન રાખવું. તેમજ કોર્પોરેશનમાં ક્યાં કામ અને કેવી રીતે કરવા તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Exam / 15 માર્ચથી રાજ્યમાં ધોરણ ૩ થી 8 ની પ્રથમ સત્રાંત પરીક્ષાનો થશે પ્રારંભ,પરિણામ માટે પરીક્ષા ફરજિયાત

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદના ઉમેદવાર માટે હાલ અનેક નામો ચર્ચામાં આવ્યા છે. ગુજરાત સરકારે જાહેર કરેલા રોસ્ટર મુજબ મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે અને ત્યારબાદના અઢી વર્ષ માટે મેયરનું રોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ માટે OBC તથા બીજા અઢી વર્ષ મહિલા માટે અનામત નક્કી કરવામાં આવ્યું છે.

Rules / સોશિયલ મીડિયા, OTT માટે નવી માર્ગદર્શિકા: સરકાર નથી જાણતી, દેશમાં કેટલા ન્યૂઝ પોર્ટલ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…