Not Set/ કોરોના સામે જંગ લડી રહેલા પિયુષ ચાવલાનાં પિતાએ આજે લીધો અંતિમ શ્વાસ

રવિવારે યુવા ફાસ્ટ બોલર ચેતન સાકરિયાનાં પિતાનું કોરોનાનાં કારણે નિધન થયુ હતુ. તો વળી આજે વધુ એક ખેલાડીનાં પિતાએ અંતિમ શ્વાસ લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે.

Top Stories Sports
123 191 કોરોના સામે જંગ લડી રહેલા પિયુષ ચાવલાનાં પિતાએ આજે લીધો અંતિમ શ્વાસ

રવિવારે યુવા ફાસ્ટ બોલર ચેતન સાકરિયાનાં પિતાનું કોરોનાનાં કારણે નિધન થયુ હતુ. તો વળી આજે વધુ એક ખેલાડીનાં પિતાએ અંતિમ શ્વાસ લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે. ક્રિકેટર પિયુષ ચાવલાનાં પિતા પ્રમોદકુમાર ચાવલા હવે દુનિયને અલવિદા કહી ચુક્યા છે.

ભાવ વધારો / દેશમાં મોંઘવારીનો સાપ ડંખ મારવા તૈયાર, બે દિવસની રાહત બાદ આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

પ્રમોદકુમાર ચાવલા કોરોના સામે જંગ લડતા લડતા સોમવારે સવારે હારી ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તે કોરોના સામે લડી રહ્યા હતા. તેમણે દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પિયુષ ચાવલાએ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પિતાનાં અવસાન વિશે માહિતી આપી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે, ચાવલાએ માહિતી આપી હતી કે, તેના પિતા કોરોના સંક્રમિત હતા. ચાવલાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે તેના પિતા કોરોનાથી આવતી મુશ્કેલીઓથી સંઘર્ષ કરી રહ્યા હતા, સોમવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં, ચાવલા એકદમ ભાવનાશીલ દેખાઈ રહ્યા હતા. પિયુષ ચાવલાએ લખ્યું કે આજે તે શક્તિનો આધારસ્તંભ ગુમાવી ચૂક્યો છે. હવે તેમના વિના પહેલા જેવુ જીવન નહીં હોય. આપને જણાવી દઈએ કે, એક દિવસ અગાઉ રાજસ્થાન રોયલ્સનાં ચેતન સાકરિયાનાં પિતાનું પણ કોરોના વાયરસને કારણે અવસાન થયું હતું.

Instagram will load in the frontend.

ક્રિકેટ / કોરોનાનાં કારણે રાજસ્થાન રોયલ્સનાં બોલર ચેતન સાકરિયાનાં પિતાનું નિધન

પિયુષ ચાવલાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, ‘ભારે દુઃખ સાથે કહેવુ પડે છે કે, મારા પ્રિય પિતાનું અવસાન થયું છે. તેઓ કોવિડ અને કોવિડ કોમ્પ્લિકેશન્સ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. અમને આ મુશ્કેલ સમયમાં તમારી પ્રાર્થનાઓની જરૂર છે. ભાગવાન તેમના આત્માને શાંતિ આપે.’ પિયુષે આ પોસ્ટ સાથે એક ભાવનાત્મક કેપ્શન પણ આપ્યું હતું. તેમણે લખ્યું, ‘પિતા વિના જીવન હવે પહેલા જેવુ નહી રહે. આજે મેં મારો શક્તિનો આધારસ્તંભ ગુમાવ્યો છે.’

જણાવી દઇએ કે, પિયુષ ચાવલાનાં પિતાનાં અવસાનનાં સમાચાર સામે આવ્યા બાદ, મુંબઇ ઇન્ડિયન્સે ટ્વિટ કરીને ક્રિકેટરનાં પિતાને શ્રદ્ધાંજલિ આપી છે. મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઇઝીએ ટ્વિટર પર સંદેશ લખ્યો હતો, ‘આ મુશ્કેલ સમયમાં અમે તમારી સાથે અને પરિવારની સાથે છીએ. તમે મજબૂત રહો પિયુષે પણ ઇન્સ્ટાગ્રામ પર તેમના પિતાનાં નિધન પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે તમારા વિના જીવન ફરી ક્યારેય એક જેવું નહીં બને. આજે મેં મારી શક્તિ ગુમાવી છે.

sago str 8 કોરોના સામે જંગ લડી રહેલા પિયુષ ચાવલાનાં પિતાએ આજે લીધો અંતિમ શ્વાસ