Pak vs WI/ પાકિસ્તાની ખેલાડીએ હવામાં ઉડીને કર્યો શાનદાર કેચ, જુઓ Video

મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓએ પણ શાનદાર ફિલ્ડિંગ કરી હતી, ખાસ કરીને જે રીતે હરિસ રૌફે વેસ્ટ ઈન્ડિઝનાં કેપ્ટન નિકોલસ પૂરણનો કેચ લીધો હતો, તેણે ચાહકોને રોમાંચિત કર્યા હતા.

Sports
11 2021 12 15T112416.118 પાકિસ્તાની ખેલાડીએ હવામાં ઉડીને કર્યો શાનદાર કેચ, જુઓ Video

બીજી T20માં પાકિસ્તાને શાનદાર રમત બતાવીને વેસ્ટ ઈન્ડિઝને 9 રનથી હરાવ્યું હતું. પહેલા રમતા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 172 રન બનાવ્યા હતા, જે બાદ વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 163 રન બનાવીને પોતાની તમામ વિકેટ ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો – Cricket / સ્ટેડિયમમાં બેઠેલા દર્શકનાં માથા પર વાગ્યો બોલ અને પછી થયુ કઇંક આવુ, Video

વેસ્ટ ઈન્ડિઝ માટે બ્રાન્ડોન કિંગે 43 બોલમાં 67 રન બનાવ્યા અને વેસ્ટ ઈન્ડિઝ માટે સંઘર્ષ દર્શાવ્યો, પરંતુ આ સિવાય માત્ર રોમારિયો શેફર્ડે 19 બોલમાં 35 રન બનાવ્યા. જેમાં તેણે 2 ચોક્કા અને 2 છક્કા ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 3, મોહમ્મદ નવાઝે 2, મોહમ્મદ વસીમે 2 અને હરિસ રૌફે 2 વિકેટ લીધી હતી. મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓએ પણ શાનદાર ફિલ્ડિંગ કરી હતી, ખાસ કરીને જે રીતે હરિસ રૌફે વેસ્ટ ઈન્ડિઝનાં કેપ્ટન નિકોલસ પૂરણનો કેચ લીધો હતો, તેણે ચાહકોને રોમાંચિત કર્યા હતા. પૂરણને મોહમ્મદ નવાઝે રૌફનાં હાથે કેચ કરાવીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જણાવી દઇએ કે, 11મી ઓવરનાં પાંચમા બોલ પર પૂરણે મોહમ્મદ નવાઝનાં બોલ પર સિક્સર ફટકારી હતી, તેના પછીનાં બોલ પર ફરીથી વેસ્ટ ઈન્ડિઝનાં કેપ્ટને એરિયલ શોટ મારીને સિક્સર મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોગ ઓન પર હરિસ રૌફે પોતાની આગળની તરફ છલાંગ લગાવીને શાનદાર કેસ પકડી લીધો હતો. આ કેચ જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે સુપરમેન મેદાન પર આવી ગયો હોય. પૂરણ 26 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ વાંચો – Covid-19 / વેક્સિન ન લેવાનાં કારણે આ દેશે શરૂ કર્યુ કડક વલણ, 27 વાયુ સૈનિકોને નોકરીમાંથી કાઢ્યાં

પાકિસ્તાનના શાદાબ ખાનને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. શાદાબે 12 બોલમાં 28 રનની તોફાની ઇનિંગ રમી, જેણે મેચનો જ પાસા ફેરવી નાખ્યો. શાબાદે પાકિસ્તાની ઇનિંગ્સના અંતે 12 બોલમાં 28 રન બનાવ્યા બાદ પાકિસ્તાનના સ્કોરને 172 રન સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાદાબે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.