Unit Test/ રાજ્યની સરકારી શાળાઓમાં એકમ કસોટીનું આયોજન, આ હશે પરિક્ષાની તારીખો…

કોરોના કાળનાં કારણે શિક્ષણ જગત ખેદાનમેદાન જોવામાં આવી રહ્યું છે. સરકારી શાળાઓનાં વિદ્યાર્થીઓ પણ હાલ ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યા છે. જો કે, સરકારી શાળાનાં વિદ્યાર્થીએ માટે આ

Gujarat Others
રાજ્યની સરકારી શાળાઓમાં એકમ કસોટીનું આયોજન, આ હશે પરિક્ષાની તારીખો...
  • રાજ્યની સરકારી શાળાઓમાં એકમ કસોટીનું આયોજન
  • ડિસેમ્બર માસની અંતિમ તારીખોમાં એકમ કસોટી યોજાશે
  • ધો. 3-8ની એકમ કસોટી 30- 31 ડિસેમ્બરે યોજાશે
  • શિક્ષણ વિભાગે જાહેર કરી પરીક્ષાની તારીખ
  • એકમ કસોટીમાં ગુજરાતી અને ગણિત વિષયનો સમાવેશ
  • દર માસના અંતમાં એક વખત લેવાશે એકમ કસોટી
  • અત્યાર સુધી કુલ 4 વખત એકમ કસોટી યોજાઈ

કોરોના કાળનાં કારણે શિક્ષણ જગત ખેદાનમેદાન જોવામાં આવી રહ્યું છે. સરકારી શાળાઓનાં વિદ્યાર્થીઓ પણ હાલ ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યા છે. જો કે, સરકારી શાળાનાં વિદ્યાર્થીએ માટે આ એક પ્રકારની ઉપલબ્ધી પણ કહી શકાય કે હવે તો અમારા ગુજરાતમાં સરકારી શાળાનાં વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન અભ્યાસ કરે છે. ઉપલબ્ધીની અસરકારકતાની વાત કરવા માટેનો આ સમય નથી કારણ કે કોરોનાનાં કાળમુખા કાળમાં આવુ કરવુ ફરજીયાત છે. શિક્ષણીક વર્ષ પણ હેવ પૂર્ણતાનાં આરે આવીને ઉભુ રહી ગયુ છે, પોણુ વર્ષ તો વિતી પણ ગયુ છે.

હાલ તો અત્યાર સુધી શું કર્યું તો જોવાનો અને તેના પૃથ્થુકરણનો સમય આવી ગયો છે અને માટે જ સરકાર દ્વારા રાજ્યની સરકારી શાળાઓમાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે, ડિસેમ્બર માસની અંતિમ તારીખોમાં એકમ કસોટી યોજાશે. ધો. 3થી લઇ ને ધો. 8ની એકમ કસોટી આગામી 30- 31 ડિસેમ્બરે યોજાશે.

શિક્ષણ વિભાગે પરીક્ષાની તારીખોજાહેર કરી દીધી છે. જો કે, કોરોના કાળનાં કારણે એકમ કસોટીમાં ગુજરાતી અને ગણિત વિષયનો જ સમાવેશ કરવામાં આવશે તેવું પણ જાહેર કરવામાં આવ્યુ છે. સાથે સાથે હવેથી દર માસના અંતમાં એક વખત એકમ કસોટી લેવાશે. આપને જણાવી દઇએ કે, કોરોનાકાળમાં અત્યાર સુધી કુલ 4 વખત જ એકમ કસોટી યોજાઈ શકી છે જે પાછલા વર્ષોમાં નિયમો પ્રમાણે દર માસે યોજાતી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…